ગુજરાત બજેટ 2026: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાણામંત્રીએ પિટારો ખોલ્યો, જાણો સૌથી મોટી જાહેરાતો

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ સતત પાંચમી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં “વિકસિત ગુજરાત” ના વિઝનને સાકાર કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નાગરિકોની તંદુરસ્તીને સર્વોપરી ગણીને કુલ ₹25,403 કરોડની જોગવાઈ કરી છે.
રાજ્યના મહાનગરોમાં આરોગ્ય સેવાઓને વધુ આધુનિક બનાવવા માટે સરકારે તિજોરી ખોલી છે.
અમદાવાદ અને સુરત ખાતે નવી મલ્ટી સ્પેશ્યાલિટી તેમજ કેન્સર, કાર્ડિયાક-ન્યુરો અને કિડનીની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલો માટે ₹500 કરોડ ફાળવવામાં આવ્યા છે.
શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ:
બિનચેપી રોગોના નિયંત્રણ અને જાહેર આરોગ્યની સમસ્યાઓના ઉકેલ માટે ₹502 કરોડની જોગવાઈ કરાઈ છે.
રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલ:
રાજકોટમાં 1000 બેડની ક્ષમતાવાળી અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણ માટે ₹90 કરોડ ફાળવાયા છે.
ગરીબ અને મધ્યમ વર્ગ માટે સુરક્ષા કવચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આયુષ્માન ભારત’ અભિયાનને વેગ આપતા PMJAY-મા યોજના હેઠળ હવે રાજ્યના 2.72 કરોડ લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા મળશે. આ માટે સરકારે ₹3,472 કરોડની મોટી જોગવાઈ કરી છે.
વિશેષ સંસ્થાઓ અને સેટેલાઈટ સેન્ટર્સનો વ્યાપ
- રાજ્યની નામાંકિત આરોગ્ય સંસ્થાઓની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સેટેલાઈટ સેન્ટર્સ પર ભાર મૂકાયો છે.
- કિડની ઇન્સ્ટિટ્યૂટ (IKDRC): અમદાવાદ અને સુરત સહિતના કેન્દ્રો માટે ₹186 કરોડ.
- યુ.એન. મહેતા (હૃદયરોગ): અમદાવાદ, રાજકોટ, સુરત અને પોરબંદર જેવા શહેરોમાં વિસ્તરણ માટે ₹167 કરોડ.
- કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (GCRI): વિવિધ જિલ્લાઓમાં કેન્સરની સારવાર સુલભ બનાવવા ₹153 કરોડ.
માતૃ-બાળ કલ્યાણ અને અન્ય મહત્વના નિર્ણયો
- ખિલખિલાટ વાન: માતા અને નવજાત બાળકની સેવા માટે નવી 250 ખિલખિલાટ વાન ખરીદવા ₹16 કરોડની જોગવાઈ.
- સ્કૂલ હેલ્થ: 0 થી 18 વર્ષના બાળકોના સ્વાસ્થ્ય પરીક્ષણ માટે વિશેષ ‘આરોગ્ય કાર્ડ’ આપવામાં આવશે.
- ટી.બી. ના દર્દીઓ: દર્દીઓના પોષણ માટે “Ready to Eat Nutritious Snacks” આપવા ₹30 કરોડ ફાળવવામાં આવ્યા છે.
• પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે ૨ કરોડ ૭૨ લાખ લોકોને ₹૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઇ.
• G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹૧૮૫૧ કરોડની જોગવાઇ.
• આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹૫૦૨ કરોડની જોગવાઇ.
• અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ.
• સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા ₹૨૦૦ કરોડની જોગવાઇ.
• ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ₹૧૮૬ કરોડની જોગવાઇ.
યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ₹૧૬૭ કરોડની જોગવાઇ.
• ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹૧૫૩ કરોડની જોગવાઇ.
• પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે ₹૯૦ કરોડની જોગવાઇ. છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા ₹૬૦ કરોડની જોગવાઇ.
• અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજો તેમજ હોસ્ટેલ માટે ₹૫૮ કરોડની જોગવાઇ.
• નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે સ્ટાફ કવાટર્સનું બાંધકામ કરવા ₹૫૩ કરોડની જોગવાઇ.
• સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹૪૧ કરોડની જોગવાઇ. જિલ્લા/પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની સ્થાપના માટે તબીબી ઉપકરણો વસાવવા ₹૩૬ કરોડની જોગવાઇ.
• અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે ₹૩૫ કરોડની જોગવાઇ.
• ટી.બી.ના દર્દીઓને “Ready to Eat Nutritious snacks” આપવા ₹૩૦ કરોડની જોગવાઇ.
• વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ₹૨૮ કરોડની જોગવાઇ. જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે ₹૨૬ કરોડની જોગવાઇ.
• “હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ” યોજના માટે ₹૨૨ કરોડની જોગવાઇ.
• ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, સુરત માટે ₹૧૭ કરોડની જોગવાઇ.
• માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા ૨૫૦ ખિલખિલાટ વાન ખરીદવા ₹૧૬ કરોડની જોગવાઇ.
• સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન.