ગુજરાત બજેટ 2026:  બજેટમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે 3055 કરોડની જોગવાઈ 

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ બજેટ દરમિયાન શિક્ષણ વિભાગ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ 2026-27  માં શિક્ષણ વિભાગ માટે 3055 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું,  અમારી સરકારે “सा विद्या या विमुक्तये”ને ચરિતાર્થ કરતા નીતિગત સુધારા, ડિજિટલ ઇન્‍ફ્રાસ્ટ્રકચર અને વિદ્યાર્થી કેન્‍દ્રિત યોજનાઓ દ્વારા શિક્ષણને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દોરી જવા માર્ગ તૈયાર કરેલ છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹3055 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

‘સંકલિત શાળાઓ બનાવવા માટે ₹120 કરોડની જોગવાઈ’

‘એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય’ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે ₹120 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરાશે’

અત્યાધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ 926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.  ‘આશ્રમશાળા-ગ્રાન્‍ટ-ઈન-એઈડ છાત્રાલયોના વિદ્યાર્થીઓની માસિક સહાય વધારી ₹2500’

આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્‍ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹2160માં ₹340નો વધારો કરી ₹2500 કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

• મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹3055 કરોડની જોગવાઇ.

• નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડની જોગવાઇ.

• રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹827 કરોડની જોગવાઇ.

• મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹598 કરોડની જોગવાઇ.

• પી.એમ. પોષણ યોજના અંતર્ગત 74 તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. જેના માટે ₹552 કરોડની જોગવાઇ.

• સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા આર.એમ.એસ.એ. શાળાઓ, મોડેલ અને મોડેલ ડે સ્કૂલના બાંધકામ, રીપેરીંગ, રીનોવેશન તેમજ વધારાના બાંધકામ માટે ₹342 કરોડની જોગવાઇ.

• નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹250 કરોડની જોગવાઇ.

• જ્ઞાનશક્તિ રેસિડેન્‍શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે ₹223 કરોડની જોગવાઇ.

• એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન યોજના માટે ₹223 કરોડની જોગવાઇ.

• 31 હજાર 790 શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો કરતા 
₹135 કરોડની જોગવાઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *