Site icon Time News

ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો ક્યાં કોની થઇ નિમણૂક

ભાજપ દ્વારા આજે અનેક જિલ્લાઓ માટે પ્રમુખના નામ જાહેર કરાયા છે.. આ પૈકિ કેટલાકમાં હાલમાં જે પ્રમખુ છે તેમને જ રિપીટ કરીને યથાવત રખાયા છે તો કેટલાક જિલ્લામાં નવા પ્રમુખોની વરણી કરાઇ છે.


જૂનાગઢમાં નવા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત થઈ, ચંદુભાઈ મકવાણાને જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાએ નવા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી , તો આ સાથે જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની નિયુક્તિ કરાઇ છે. બે વખત જૂનાગઢ શહેર પ્રમુખ રહેલા પુનિત શર્માની જગ્યા ગૌરવ રૂપારેલિયા કામ કરશે..

નર્મદા જિલ્લા ભાજપના નવા પ્રમુખ પદે નીલ રાવની નિયુક્તિ કરાઇ છે. નીલ રાવ નર્મદા જિલ્લા મહામંત્રી હતા

ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલને રિપિટ કરાયા છે. એટલે કે અનિલ પટેલને ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે આ વાતની સ્પષ્ટતા કરી. અનિલ પટેલે ગાંધીનગર જિલ્લા ભાજપ તરીકે પોતાની વરણીને લઇને પ્રતિક્રિયા આપતા કહ્યું કે મેં પક્ષની ઇચ્છા અનુસાર કામ કર્યું તેનું મને પરિણામ મળ્યું છે.

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરત રાઠોડને રિપીટ કરાયા છે.. હળપતિ સમાજ માંથી આવતા ભરત રાઠોડ ઉપર સંગઠન અને સ્થાનિક કાર્યકરોએ વિશ્વાસ જાળવી રાખ્યો છે.અગાઉ સંદીપ દેસાઈ ભાજપના સુરત જિલ્લાના પ્રમુખ હતા, પરંતુ ચોર્યાસી બેઠક પર થી ધારાસભ્ય બનતાં પ્રમુખ પદે ભરત રાઠોડની વરણી કરાઈ હતી, અને હવે તેમને ફરીએકવાર રીપીટ કરી તેમને જ આ પદ પર યથાવત રખાયા છે.

મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરને રિપિટ કરાયા છે. ગોરધન ઝડફિયા,વર્ષાબેન દોશી અને ભરત ડાંગર ની ઉપસ્થિતીમાં આ વરણી કરાઇ હતી.

અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણુંક કરાઇ છે.. અતુલ કાનાણી અગાઉ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે.

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પદે ભુરાલાલ શાહને રિપીટ કરાયા છે. ભુરાલાલ શાહ નવસારી જિલ્લા ભાજપ તરીકે જ પદ પર કાર્યરત છે અને.. તેમને આગળ યથાવત રખાયા છે.. 2020 થી ભુરાલાલ શાહ જિલ્લા ભાજપ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભુરાલાલ શાહની નવસારી જિલ્લા ભાજપ તરીકેની બીજી ઈનિંગ શરૂ થઇ છે. ભાજપના આગેવાનોએ તેમને શુભેચ્છા પાઠવી હતી

આ પણ વાંચો, નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર 1 લાખ મહિલાઓને મળશે PM મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version