Site icon Time News

ગુજરાતનું સૌથી મોટું મ્યુલ હન્ટ પકડાયું : 16 કરોડથી વધુના ફ્રોડના રૂપિયા રાજકોટના મ્યુલ એકાઉન્ટમાં જમાં થયાં

 રાજકોટ સાયબર ક્રાઇમને ઓપરેશન મ્યુલ હન્ટમાં મોટી સફળતા મળી છે. આંતરરાજ્ય સાયબર ફ્રોડની ચેન તોડી મ્યુલ એકાઉન્ટ ભાડે આપનાર 17 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી. 

આ વિશે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસીયાએ માહિતી આપતા જણાવ્યું કે, તમિલનાડુ, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક સહિતના રાજ્યમાં થયેલ રૂ. 16 કરોડથી વધુના ફ્રોડના રૂપિયા રાજકોટના મ્યુલ એકાઉન્ટમાં જમાં થયાં હતા. રૂપિયાની લાલચમાં એકાઉન્ટ ભાડે આપનાર શખ્સો વિરુદ્ધ રાજકોટ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. 

ચાઈનીઝ એપ, ગેમીંગ, યુએસડીટીના રૂપિયા ટ્રાન્સફર થતાં હતા. કમિશન મેળવતાં શખ્સોએ રૂપિયા ઉપાડી સાયબર માફિયાઓને કરોડો રૂપિયા રોકડમાં આપી દીધા હતા. મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તજવીજ હાથ ધરાઈ છે. અનેક મ્યુલ એકાઉન્ટ ધારકો પણ પોલીસના રડારમાં છે. એકાઉન્ટ ભાડે આપનાર 19 આરોપીઓ, હજુ 20 જેટલા શખ્સોને એકાઉન્ટની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ કરી રહી છે. ટ્રાન્ઝેક્શન દીઠ 8 થી 10 હજાર રૂપિયા ભાડું ચુકવવામાં આવતું હતું. 21 કરોડના ગેરકાયદેસર વ્યવહારો સામે આવ્યા છે. 

મ્યુલ હન્ટ (Mule Hunt) શું છે?

આ કામગીરીથી ફ્રોડના નેટવર્કને તોડવામાં અને વધુ ગુનાઓ અટકાવવામાં મદદ મળે છે.

મ્યુલ હન્ટ એ પોલીસ અથવા બેંકો દ્વારા ચલાવવામાં આવતી ખાસ કામગીરી અથવા ઓપરેશનનું નામ છે, જેમાં સાયબર ફ્રોડમાં વપરાતા મ્યુલ એકાઉન્ટ્સને શોધી કાઢવા અને તેના સંચાલકોને પકડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ ઓપરેશન હેઠળ ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા માટે વપરાતા બેંક એકાઉન્ટ્સની તપાસ કરીને ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવે છે.

ઉદાહરણ: ગુજરાતમાં નવસારી અને ભાવનગર જેવા કેસોમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ કરોડો રૂપિયાના ફ્રોડનો ખુલાસો થયો છે અને આરોપીઓને ઝડપાયા છે.

મ્યુલ એકાઉન્ટ (Mule Account) શું છે?

Exit mobile version