
ગુજરાત ATS અને હરિયાણા STFએ હરિયાણાના ગુરુગ્રામમાં સંયુકત ઓપરેશન પાર પાડયું છે. જેમાં હરિયાણાના ગુરુગ્રામથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આતકવાદીઓમાં એક માત્ર 19 વર્ષનો હોવાનું જાણવા મળી રહ્યું છે. હરિયાણામાં ફરિયાદ નોંધી આતંકવાદીઓની કડક પૂછપરછમાં તપાસ એજન્સીને યુપીના ફૈઝાબાદ નજીક બે હેન્ડ ગ્રેનેડની માહિતી પણ મળી છે. સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે બે આતંકવાદીને પકડવા માટે હરિયાણા STF અને ગુજરાતી ATSની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બે આતંકવાદીઓમાંથી એક 19 વર્ષનો અબ્દુલ રહેમાન હોવાનું જાણવા મળ્યું હતું. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટ હતો. ત્યારબાદ તેની ગતિવિધિ જાણવા માટે હરિયાણા STF અને ગુજરાત ATSની ટીમે ઓપરેશન હાથ ધર્યું જેમાં તેની અટકાયત કરવામાં આવી છે.
ગુજરાત ATS અને હરિયાણા STF દ્વારા સંયુકતમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને એવી માહિતી મળી હતી કે આરોપી આંતકી ગતિવિધી સાથે સંકળાયેલો છે અને તે ભારતની માહિતી તેમજ પોલીસની ગતિવિધી અન્ય જગ્યાઓ પર શેર કરતો હોવાની વાત સામે આવી છે,જેને લઈ પોલીસે સંયુકત ઓપરેશન પાર પાડયું છે,આ કેસમાં હજી પણ મોટા ખુલાસઓ થઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. ગુજરાત ATSની ટીમે એક યુવકની ધરપકડ કરી હતી, જેની પૂછપરછ દરમિયાન ફરીદાબાદ માટે કેટલાક ઇનપુટ્સ મળ્યા હતા. આ પછી, ગુજરાત ATS દ્વારા તેને લઈ તપાસ કરવામાં આવી રહી હતી,ધરપકડ કરાયેલા યુવકનું નામ અબ્દુલ રહેમાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેની ઉંમર લગભગ 19 વર્ષ છે.જે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુર ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે. એવી શંકા છે કે અબ્દુલ રહેમાન કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે.
આ પણ વાંચો, Surat: સાયબર સિક્યુરિટી અંગે જાગૃત કરતું નાટક પ્રસ્તૂત કરવામાં આવ્યું

