Site icon Time News

ગુજરાતીઓ એલર્ટ! આ 6 જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા વર્તાવશે કાળો કહેર

અમદાવાદમાં આજે 148મી રથયાત્રાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અમદાવાદ સિવાય સમગ્ર ગુજરાતમાં અને દેશમાં જગન્નાથ રથયાત્રાનો ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હવામાનની સ્થિતિ જાણવી ખૂબ જરૂરી બની જાય છે. હવામાન વિભાગે રથયાત્રાના દિવસે ટૂંકાગાળાની આગાહી જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત પૂર્વે સવારના સમયે અમી છાંટા પડ્યા હતા. હવામાન વિભાગ મુજબ આગામી 3 કલાક દરમિયાન પણ એવી જ હળવી છાંટાની શક્યતા છે. વરસાદની ચિંતા રથયાત્રામાં વિઘ્ન ન ઊભું કરે તેવી આશા છે.

રાજ્યના કઈક વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્ર-કચ્છના મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ સાથે વીજળી અને પવનની શકયતા છે. અહીં 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની અને 30થી 60 ટકાની વીજળી પડવાની શક્યતા જણાવાઈ છે.

Exit mobile version