Site icon Time News

રેલવે મુસાફરો એલર્ટ! કાલુપુર સ્ટેશન પર કામગીરી, 5 ટ્રેન રદ્દ અને 2 ડાયવર્ટ

અમદાવાદના મોટા કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન કામ ઘણા સમયથી ચાલુ છે એમાં પણ આ સ્ટેશનને લગતી કામગીરીના પગલે 5 ટ્રેન રદ્દ કરવામાં આવી છે અને અમુક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જો તમે આજે કાલુપુર રેલવે સ્ટેશનથી જવાના હોવ તો તમારા ટ્રેનની સ્થિતિ ને શિડ્યુલ એકવાર ચકાસીને જજો.

અમદાવાદના જાણીતા કાલુપુર રેલવે સ્ટેશનના રીનોવેશનનું કાર્ય ચકું છે જેના લીધે અમુક ટ્રેનો વટવા, મણિનગર અને સાબરમતી જેવા અન્ય સ્ટેશને ડાયવર્ટ કરવામાં આવી છે એટલુંજ નહિ પણ અમુક ટ્રેનોને લાસ્ટ મિનિટે રદ્દ પણ કરવામાં આવી છે. રાતોરાત આ ટ્રેનના રૂટ બદલાયા હોવાથી અને ટ્રેનો રદ્દ થઈ હોવાને કારણે મુસાફરોને છેલ્લી ઘડીએ દોડાદોડી કરવી પડી શકે છે. આજે 18 જાન્યુઆરી રવિવારના રોજ કાલુપુર બ્રિજના સમારકામને પગલે રોજ કાલુપુર સુધી આવતી ટ્રેન માત્ર વટવા સુધી જ દોડાવાશે જ્યારે ફક્ત વટવા સુધી આવતી 5 ટ્રેનોને ટેકનિકલ કારણ પગલે સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ કાલુપુર સુધી આવતી વલસાડ- અમદાવાદ 19033 ગુજરાત ક્વીન એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ 22953 ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ માત્ર વટવા સુધી જ આવશે. જ્યારે અન્ય 5 ટ્રેનો 20959/20960 વલસાડ-વડનગર- વલસાડ ઈન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ, 19036/19035 મણિનગર-વડોદરા-વટવા ઈન્ટરસિટી એક્સપ્રેસ, 69101/69102 વડોદરા-વટવા-વડોદરા મેમૂ, 69115/69130 વડોદરા- વટવા-આણંદ મેમૂ અને 59549/59550 વડોદરા- વટવા- વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન 18મી જાન્યુઆરીના રોજ એક દિવસ માટે રદ્દ કરવામાં આવી છે.

Exit mobile version