Site icon Time News

સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?

ઇલેક્ટ્રિક વ્હિકલ અને મોબાઇલ ફોન ઉત્પાદક કંપનીઓને રાહત આપતા કેન્દ્ર સરકારે બંનેના ઉત્પાદનમાં વપરાતા આવશ્યક પાર્ટ્સ પરની આયાત ડ્યુટી નાબૂદ કરી છે. મંગળવારે સરકારે આ જાહેરાત કરી હતી.

આ નિર્ણય વિશે માહિતી આપતાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટેરિફની સંભવિત અસર ઘટાડવા માટે વ્યાપક ડ્યૂટી કાપનો એક ભાગ છે.

સંસદમાં નાણાકીય વટહુકમ 2025 પસાર થાય તે પહેલાં નાણામંત્રીએ કહ્યું હતું કે – અમે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા માટે કાચા માલ પરની આ ડ્યૂટી ઘટાડી રહ્યા છીએ.

નોંધનીય છે કે અગાઉ ન્યૂઝ એજન્સી રોઇટર્સના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર ટ્રમ્પ સરકાર સાથેની વાતચીતના પ્રથમ રાઉન્ડમાં લગભગ 1.9 લાખ કરોડ રૂપિયાની કિંમતની યુએસ આયાતના અડધાથી વધુ પર ડ્યુટી ઘટાડવાનું વિચારી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો અંગે લેવામાં આવેલા નિર્ણયને કારણે EV બેટરીના ઉત્પાદનમાં વપરાતા 35 ઉત્પાદનોને આયાત ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. જ્યારે મોબાઇલ ફોનના ઉત્પાદનમાં વપરાતા 28 ઉત્પાદનો પર કોઈ આયાત ડ્યુટી વસૂલવામાં આવશે નહીં.

Exit mobile version