Site icon Time News

Visavadar: આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, ગોપાલ ઇટાલિયા લડશે ચૂંટણી

ગુજરાત વિધાનસભામાં વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ શકે છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી માટે તારીખ જાહેર કરી નથી પણ તે પહેલા જ AAPએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી હતી.વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરવામાં આવી હતી. બાદમાં ભુપત ભાયાણીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. ખાલી પડેલી બેઠક બાદ પણ હાઇકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે ચૂંટણી યોજાઇ નહતી.

આ પણ વાંચો, Ahmedabad: ‘તીન બચ્ચે હિંદુ સચ્ચે’, અમદાવાદમાં AHPની બેઠકમાં પ્રવીણ તોગડિયાએ આપ્યો નારો

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Exit mobile version