
તાજેતરમાં વિસાવદરની ચૂંટણી જીત ધારાસભ્ય બનેલ ગોપાલ ઇટાલિયાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસ નેતા લલિતભાઈ વસોયાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાને કાનૂની નોટિસ પાઠવી છે.
લલિત વસોયાએ ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ રૂપિયા 10 કરોડના માનહાનીના કેસ સબબ આ નોટિસ પાઠવી છે. ઉપલેટાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા લલિતભાઈ ગોપાલ ઈટાલિયાએ તાજેતરની વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન કરેલા આક્ષેપોથી નારાજ થઈને આ નોટિસ પાઠવી છે.વિસાવદરની ચૂંટણી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ચૂંટણીના એક દિવસ પહેલા જે કોંગ્રેસ અને ભાજપના નેતાઓનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. આ કથિત સ્ટિંગ ઓપરેશનમાં કાર્યકરોને રૂપિયા આપવાની વાત કહેવામાં આવી હતી. જોકે હવે ચૂંટણી પૂરી થઇ ગયા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે કોંગ્રેસ નેતા લલિત વસોયા મેદાને આવ્યા છે.વિગતો મુજબ કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડનો માનહાની દાવો કરવામાં આવ્યો છે. જેની કાનૂની નોટિસ મોકલી દેવામાં આવી છે.
