
રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના નાણા વિભાગ દ્વારા લેવાયેલા તાજેતરના ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.
નવી જાહેરાત મુજબ, મોંઘવારી ભથ્થું હાલના ૫૮ ટકાથી વધીને હવે ૬૦ ટકા થશે. આ વધારો ૧ જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ માનવામાં આવશે, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળશે.મહત્વની બાબત એ છે કે જાન્યુઆરીથી લાગુ થયેલા આ વધારાનો તફાવત (એરિયર) કર્મચારીઓ અને પેન્શનરોને જૂન માસના પગારમાં ચૂકવવામાં આવશે. આથી એકમૂષ્ટ રકમ મળવાથી કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
રાજ્ય સરકારનો આ નિર્ણય વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરોને સહાયરૂપ બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવ મુજબ, તમામ સંબંધિત વિભાગોને આ અમલ માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ જાહેરાતને પગલે રાજ્યભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે.
ચૂંટણી પરિણામો બાદ ભાજપ મુખ્યાલયે ઉજવણી, વડાપ્રધાન પહોંચ્યા – https://www.instagram.com/reel/DX6y3waMfi0/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ, દાહોદ સહિતના વિસ્તારોમાં પડ્યો માવઠાનો માર
