Site icon Time News

સરકારી નોકરીની સુવર્ણ તક, GSSSB દ્વારા 5000થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહુપ્રતિક્ષિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ-3 ક્લાર્કની પોસ્ટ માટે ગ્રુપ-A તથા ગ્રુપ-B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) જાહેર થઈ છે, જેમાં કુલ 5 હજારથી પણ વધુ પદો માટે ભરતી હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત ગ્રુપ-A માં સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય અધીક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી), હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવા પદો માટે કુલ 2365 જગ્યાઓ જાહેર કરાઈ છે. જ્યારે ગ્રુપ-B માં જુનિયર ક્લાર્કની કુલ 3005 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

Exit mobile version