Site icon Time News

સોના-ચાંદીના ભાવે આજે તમામ રેકોર્ડ તોડ્યા:હજી પણ ભાવ વધવાની શક્યતા; જાણો આજનો ભાવ

સોના-ચાંદીના ભાવ આજે (23 ડિસેમ્બર) સતત બીજા દિવસે ઓલટાઇમ હાઈ પર પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોનું 2,191 રૂપિયા વધીને 1,36,133 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. આ પહેલા સોમવારે તે 1,33,970 રૂપિયા પર હતું.

જ્યારે, 1 કિલો ચાંદીની કિંમત 1,523 રૂપિયા વધીને 2,09,250 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે તેની કિંમત ₹2,07,727/kg હતી. 10 દિવસમાં ચાંદી 30,357 રૂપિયા મોંઘી થઈ છે. 9 ડિસેમ્બરે તેની કિંમત 1,78,893 રૂપિયા પ્રતિ કિલો હતી.

IBJA ના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું. તેથી શહેરોના રેટ્સ તેનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ RBI સોવરેન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે.

આ વર્ષે સોનું ₹59,971 અને ચાંદી ₹1,21,710 મોંઘી થઈ

કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે ચાંદીની માગમાં હાલ તેજી છે જે આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ચાંદી આગામી 1 વર્ષમાં 2.50 લાખ સુધી પહોંચી શકે છે. જ્યારે આ વર્ષના અંત સુધીમાં ચાંદીની કિંમત 2.10 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

જ્યારે સોનાની વાત કરીએ તો તેની માગમાં પણ તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આવતા વર્ષ સુધીમાં તે 10 ગ્રામ દીઠ 1.50 લાખ રૂપિયાને પાર કરી શકે છે. જ્યારે આ વર્ષના અંત સુધીમાં તેની કિંમત 1.35 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

Exit mobile version