
ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવી રહી છે. 2021 માં પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને ત્રણ મહિલા અરજદારોના ઘરોને બુલડોઝર દ્વારા તોડી પાડવાના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ઘર તોડી પાડવાની પ્રક્રિયા ગેરબંધારણીય હતી. કોર્ટે કહ્યું કે ઘર તોડી પાડવાની આ મનસ્વી પ્રક્રિયા નાગરિક અધિકારોનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને પાંચેય પીડિતોને વળતર તરીકે 10-10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
કેસની સુનાવણી દરમિયાન, જસ્ટિસ ઉજ્જલ ભુઇયાએ 24 માર્ચે યુપીના આંબેડકર નગરમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન, એક તરફ ઝૂંપડીઓ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા હતા અને બીજી તરફ એક 8 વર્ષની બાળકી તેના પુસ્તકો લઈને ભાગી રહી હતી. આ તસવીરે બધાને ચોંકાવી દીધા, આ એક દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે.અરજદારોએ સુપ્રીમમાં એવી રજૂઆત કરી હતી કે નોટીસ આપ્યાંના 24 કલાકમાં તેમના ઘરો તોડી પાડવામાં આવ્યાં હતા.
આ પણ વાંચો, Jharkhand: ઝારખંડમાં બે માલગાડીઓ સામસામે અથડાઈ, 2ના મોત, ટકરાયા બાદ એક ટ્રેનમાં આગ લાગી
