Site icon Time News

ગુજરાતમાં 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર! આ લોકોને થશે ફાયદો; સરકારના મંત્રીએ ગૃહમાં આપ્યો જવાબ

ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ પર ચર્ચા ચાલી રહી છે.નાણાં, ઊર્જા, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા, સહકાર સહિતના વિભાગોના પ્રશ્નોતરી કાળમાં ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ શાસિત અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની આવે તેવો સવાલ પૂછ્યો હતો. જવાબમાં ગુજરાત સરકારના મંત્રીએ જવાબ આપ્યો છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે. આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો. ભીખુસિંહ પરમારે કહ્યું કે 500માં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે.

ગુજરાતમાં અત્યારે 14.2KG ગેસ સિલિન્ડરનો ભાવ 810.50 રૂપિયા છે જ્યારે કોમર્શિયલ (19KG) ગેસ સિલિન્ડરનો ભાવ 1,816 રૂપિયા છે.

Exit mobile version