Site icon Time News

Gandhinagar: લાઈવ કરો, લાઈવ કરો, વિધાનસભા લાઈવ કરો… કોંગ્રેસે કર્યા સૂત્રોચ્ચાર

ગાંધીનગર વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓએ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓની માંગણી હતી કે વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવું જોઇએ. આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, વિધાનસભામાંથી જે વિડિયો માહિતીખાતા દ્વારા જે આપવામાં આવે છે તે ભેદભાવ પૂર્ણ આપવામાં આવે છે. પ્રજાને ખબર પડવી જોઈએ તેમના પ્રતિનિધિ શું કામ કરે છે. કોઇ પણ પ્રશ્નની રજુઆતમાં કોનો શું મત છે એ લોકોને ખબર પડવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા લોકશાહીનું મંદિર છે. રાજકોટની હોસ્પિટલમાંથી જે વિડિયો વાયરલ થયા તેની કોંગ્રેસે વિસ્તૃત રજુઆત કરી હતી પણ એના કોઈ વિડિયો આપવામાં આવ્યા નથી. ગૃહમંત્રીના વિડિયો આપવામાં આવે છે. દેશમાં લોકસભા અને રાજ્યસભાનું જીવંત પ્રસારણ થાય છે. તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોની વિધાનસભાનું પણ જીવંત પ્રસારણ થાય છે તો ગુજરાતની વિધાનસભાનું લાઈવ કેમ નહિ. અમે ગૃહમાં પણ આની રજુવાત કરી છે. સરકાર જો પારદર્શક હોય તો વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવું જોઈએ.

આ પણ વાંચો, Surendranagar: ખેરવા-ઝેઝરી રોડ પાસે મજૂરોની આઈસર પલટી, 20 મજૂર ઘાયલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version