Site icon Time News

આજથી OTP વિના નહીં થઇ શકે છે તત્કાલ ટિકિટ બુકિંગ, કરવું પડશે આ કામ

ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. આજથી ફક્ત આધાર OTP થી જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકાશે. આ નવો નિયમ આજથી એટલે કે 15 જુલાઈ 2025 થી અમલમાં આવ્યો છે, આ ફેરફારનો સૌથી મોટો ફાયદો તે સામાન્ય લોકોને થશે જેઓ દર વખતે ટ્રેન ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરે છે પરંતુ એજન્ટોના કારણે ચૂકી જાય છે.જો તમે IRCTC વેબસાઇટ અથવા મોબાઇલ એપ પરથી તત્કાલ ટિકિટ બુક કરવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારે તમારા મોબાઇલ નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક રાખવો પડશે. ટિકિટ બુક કરાવતા પહેલા OTP આવશે અને OTP દાખલ કર્યા વિના બુકિંગ પૂર્ણ થશે નહીં. એટલે કે, હવે આધાર પ્રમાણીકરણ વિના તત્કાલ ટિકિટ બુક કરવી શક્ય બનશે નહીં.

રેલવેએ એવા એજન્ટો સામે મોટું પગલું ભર્યું છે જેઓ તત્કાલ બુકિંગ ખુલતા જ બધી ટિકિટો પોતાના કબજામાં લઈ લેતા હતા. હવે એજન્ટો સવારે 10:00 થી 10:30 વાગ્યા સુધી એસી ક્લાસ માટે અને સવારે 11:00 થી 11:30 વાગ્યા સુધી સ્લીપર ક્લાસ માટે ટિકિટ બુક કરી શકશે નહીં. આ સમય હવે ફક્ત સામાન્ય મુસાફરો માટે રહેશે, જેથી તેમને પણ કન્ફર્મ ટિકિટ મેળવવાની તક મળશે.

જો તમે હજુ સુધી તમારા આધાર નંબરને તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક નથી કરાવ્યો, તો તરત જ તે કરો. કારણ કે હવે જ્યારે તમે ટિકિટ બુક કરવા જાઓ છો, તો જો તમારો આધાર તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક નહીં હોય, તો OTP પ્રક્રિયા પૂર્ણ થશે નહીં અને તમારી ટિકિટ બુકિંગ નિષ્ફળ થઈ શકે છે.

આ પણ વાંચો, http://Tesla’s entry into India: ટેસ્લાની ભારતમાં દમદાર એન્ટ્રી; માત્ર સિંગલ ચાર્જમાં જ દોડશે 574 કિમી, જાણો કિંમત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version