
રાજ્યમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, સુરત, વડોદરા બાદ હવે મહિસાગરમાં પણ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કૌટુબિંક યુવકે જ બાળકીને હવસનો શિકાર બનાવ્યો હોવાની જાણકારી પ્રાથમિક ધોરણે મળી રહી છે, હાલમાં બાળકીને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે, લુણાવાડા પોલીસે આ ઘટના મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહિસાગર જિલ્લામાંથી ચકચારીભરી ઘટના સામે આવી છે, લુણાવાડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદ અનુસાર, મહીસાગરમાં પાંચ વર્ષની બાળકી પર તેના કોઇ સગા કૌટુંબિક યુવકે જ દુષ્કર્મ આચર્યુ છે. હાલ બાળકીની હાલત નાજુક હોવાને કારણે તેને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાને લઈને બાળકીના માતા પિતા ખુબજ આઘાતમાં છે. સમગ્ર મામલે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અને નરાધમ યુવકને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અલગ અલગ ટીમ બનાવી નરાધન કાકાની શોધખોળ શરૂ કરાઇ છે.
આ પણ વાંચો, Horosocpe: આજે તબિયત સાચવજો, આ રાશિના જાતકો પર મોટી ઘાત, જુઓ રાશિ ભવિષ્ય
