Site icon Time News

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાંચ કુંડી પર્યાવરણ ગાયત્રી મહાયજ્ઞ અને ગંગા આરતી યોજાઈ

1લી ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગંગા સમગ્રના ઉપક્રમે પાંચ કુંડી પર્યાવરણ ગાયત્રી મહાયજ્ઞ તથા સાબરમતી–ગંગા આરતીનો ભવ્ય અને ભાવભર્યો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું નેતૃત્વ ગંગા સમગ્રના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય શ્રીમતી નીતુ ધારિયાલ ખેમાણીએ કર્યું.


કાર્યક્રમમાં ભાજપ વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, કર્ણાવતી મહાનગર ભાજપના મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ, મહિલા ઉદ્યોગસાહસિક શ્રીમતી પ્રિયાબેન પટેલ તથા બિઝનેસ એન્ટરપ્રેન્યુઅર શ્રી વિજયભાઈ ધારિયાલની વિશેષ ઉપસ્થિતિ રહી.


આ ઉપરાંત મ્યુનિસિપલ કાઉન્સેલર શ્રી પંકજભાઈ ભટ્ટ, જમાલપુર ભાજપ તરફથી શ્રી રવિભાઈ ચુડાસમા અને શ્રી જયેશ રામી, સંઘ તરફથી શ્રી અમરીશભાઈ તથા શ્રી ભાવેશભાઈ, શ્રી ભગીરથ મહારાજ, ગંગા સમગ્ર તરફથી શ્રી પવનભાઈ મિશ્રા અને શ્રી મુકેશ ચાવડા, તેમજ સ્થાનિક આગેવાન દીપાબેન ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, નદી સ્વચ્છતા અને આધ્યાત્મિક જાગૃતિ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી વિવિધ સમુદાયોના મોટી સંખ્યામાં લોકો આ પવિત્ર હવન અને ગંગા આરતીમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Exit mobile version