
યશસ્વી જયસ્વાલ ઇજાને કારણે રણજી ટ્રોફીમાંથી બહાર થઇ ગયો છે. બીસીસીઆઇ સેંટર ઓફ એક્સીલેંસમાં સારવાર માટે મોકલવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીની સંભવિત ટીમમાં રહેલા યશસ્વી જયસ્વાલને 15 મેમ્બરની ટીમમાં સ્થાન મળ્યું ન હતું.
ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફીની સંભવિત ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જો કે પસંદગીકારોએ તેને 15 મેમ્બરની ટીમમાં સ્થાન આપ્યું ન હતું. હવે યશસ્વી જયસ્વાલ ઈજાને કારણે રણજી સેમીફાઇનલથી બહાર થઇ ગયો છે. તે નાગપુરના જમમાં સોમવારે શરૂ થતાં મુંબઈ અને વિદર્ભ સામેની મેચથી બહાર થઇ ગયો છે.
એક મીડિયા અહેવાલ મુજબ યશસ્વી જયસ્વાલ ડાબા પગની ઘૂંટીમાં દુખાવાને કારણે ઘરેલું મેચમાં ભાગ લેશે નહીં. તેને તપાસ અને સારવાર માટે બેંગલોરમાં બેસીસી સેન્ટર ઓફ એક્સીલેસ લઈ જવામાં આવશે. રીપોર્ટમાં ટીઓઆઇએ સુત્રોના હવાલાને ટાંકીને કહ્યુ, જયસ્વાલને રણજી ટ્રોફી સેમી ફાઇનલમાંથી બહાર કરાયો છે કેમ કે તે ઘુંટણના દુખાવાથી પીડાય છે. તેણે આજે (રવિવારે) નાગપુરમાં મુંબઈના પ્રેક્ટિસ સેશનમાં ફીલ્ડિંગ કરી પરંતુ નેટ્સમાં બેટિંગ કરતી વખતે અસ્વસ્થતા લાગી હતી. આ એક જૂની ઈજા છે જે ફરીથી ઉભરી આવી છે. તેણે પોતાની રિકવરી પ્રક્રિયા શરૂ કરવા માટે આવતીકાલે બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સીલેંસ માટે રવાના થવું પડશે.
