Site icon Time News

Singer ગુરૂ રંધાવાના જિમ પર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી જવાબદારી, સલમાન સાથે નીકળ્યું કનેક્શન

 પંજાબી સિંગર ગુરૂ રંધાવા આ સમયે ચર્ચામાં છે. કારણ કે તેના જિમ પર બુધવારે મોડી રાત્રે ફાયરિંગ થયું છે. દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં 24HS ફિટનેસ દિલ્હી નામથી તેનું દિમ છે. જિમ પર ફાયરિંગની ઘટના સામે આવી છે, ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી દીધી છે. હકીકતમાં લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સાથે જોડાયેલા અનિલ પંડિત USA એ ફાયરિંગ કરવાનો દાવો કરતા ઓડિયો નોટ અને ફેસબુક પર ધમકી આપી છે.

ગુરૂ રંધાવાના જિમ પર જ્યારે ફાયરિંગ થયું ત્યારે તે ત્યાં હાજર નહોતો. પરંતુ જાણકારી મળતા પોલીસ તપાસમાં લાગી ગઈ છે. હકીકતમાં લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સાથે જોડાયેલા અનિલ પંડિતનું કહેવું છે કે જિમ પર એટલા માટે ફાયરિંગ કર્યું છે, કારણ કે સિંગર ગુરૂ રંધાવા સલમાન ખાનની નજીક છે. આ કારણ જણાવી બિશ્નોઈ ગેંગે પહેલા પણ ઘણા સિંગરના ઘર અને આસપાસ ફાયરિંગ કર્યું છે.તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સાથે જોડાયેલા અનિલ પંડિતે એક પોસ્ટ કરી. લખવામાં આવ્યું ”(24 HS FITNESS DELHI) ગુરૂ રંધાવાના જિમ પર જે ફાયરિંગ થયું તે મેં અનિલ પંડિત અને લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે કર્યું છે. તે સલમાન ખાનની વધુ નજીક જઈ રહ્યો છે. તેને અમે પહેલા પણ સમજાવ્યો હતો કે તેનાથી દૂર રહો તે અમારો દુશ્મન છે. પરંતુ તે સમજ્યો નહીં અને જેટલા પણ અમારા દુશ્મન છે તે ગમે તે ખુણામાં છુપાઈ જાય જલ્દી તેની સાથે મુલાકાત થશે. સાથે આગળ લખ્યું કે- અને જેટલા પણ આ દેશદ્રોહી છે જે દેશની વિરુદ્ધ ષડયંત્ર રચે છે, દુનિયાના ગમે તે ખુણામાં છુપાઈ જશે ત્યાં મારીશું.

હકીકતમાં સિંગર ગુરૂ રંધાવાના જિમ પર થયેલા ફાયરિંગના મામલામાં પોલીસે જિમના માલિક પાસેથી જાણકારી લીધી છે. સાથે આસપાસ લાગેલા સીસીટીવીજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ફાયરિંગ કરનાર કોણ હતા અને તેની પાછળ શું કારણ હતું. 

સલમાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ
કાળા હરણના મામલાને લઈને લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનની પાછળ છે. અભિનેતાને ઘણીવાર મારી નાખવાની ધમકી મળી ચુકી છે. સાથે તેના ઘરની બહાર ફાયરિંગ પણ થયું હતું. ત્યારબાદ અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

Exit mobile version