Site icon Time News

ઇન્ડોનેશિયામાં 7 માળની ઇમારતમાં આગ, 20 લોકો ભડથું, બેટરીમાં બ્લાસ્ટ થતા દુર્ઘટના

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આજે એક 7 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી. સ્થાનિક ચેનલ કોમ્પાસ ટીવી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં 5 પુરુષ અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાકના મોત શ્વાસ રૂંધાવાથી થયા હતા.


મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક લોકો હજુ પણ ઇમારતની અંદર કાટમાળ નીચે ફસાયેલા છે, તેમને બહાર કાઢવાનું કામ હજુ પણ ચાલુ છે.જે ઇમારતમાં આગ લાગી હતી, તે ટેરા ડ્રોન ઇન્ડોનેશિયાની ઓફિસ છે. આ કંપની ખનન (માઇનિંગ) અને ખેતી (એગ્રીકલ્ચર) સંબંધિત કાર્યો માટે ડ્રોન સર્વે સેવાઓ પૂરી પાડે છે.

આગની શરૂઆત ઇમારતની પહેલા માળેથી થઈ. શરૂઆતમાં કર્મચારીઓએ આગ બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેઓ તેના પર કાબૂ મેળવી શક્યા નહીં. પોલીસે જણાવ્યું કે પહેલા માળ પર રાખેલી બેટરીઓમાં આગ લાગી ગઈ હતી. આને કારણે આગ ફેલાતી ગઈ અને જલ્દી જ 7 માળ સુધી ફેલાઈ ગઈ. હાલમાં આખી ઇમારતની તપાસ હજુ ચાલુ છે. ફાયર બ્રિગેડની ટીમ દરેક માળ તપાસી રહી છે.

આ પણ વાંચો, http://‘લાલો’ ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરી સાથે ‘હમ્બો હમ્બો પ્રિ-લોડેડ’નું યાદગાર વિમોચન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version