Site icon Time News

અંતે સુરતના મેયર તરીકે માયાબેન માવાણીના નામ પર મહોર, વાપીને મળ્યા પ્રથમ મેયર

રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની જાહેરાત બાદ સૌથી વધુ ચર્ચા સુરત મહાનગરપાલિકાને લઈને જોવા મળી હતી. ચૂંટણી પરિણામોને લગભગ એક મહિનો પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા મનપાના નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 26 મેના રોજ રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે આજે વડોદરા, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, વાપી અને આણંદ-કરમસદ સહિતના વિસ્તારોમાં પણ નવી ટીમની જાહેરાત થઈ ગઈ હતી.

જોકે સમગ્ર રાજ્યની નજર સુરત મનપા પર ટકેલી હતી. કારણ કે અન્ય તમામ મનપાઓની સરખામણીએ સુરતમાં પદાધિકારીઓના નામ જાહેર કરવામાં ભારે મોડું થયું હતું. ભાજપના આંતરિક સમીકરણો અને અલગ-અલગ જૂથો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓને કારણે લગભગ ત્રણ કલાક સુધી નામોની સત્તાવાર જાહેરાત અટકી રહી હતી.

આ તરફ અંતે બપોરે સુરત મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મેયર તરીકે માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અલ્પા મહેતા અને દંડક તરીકે ઊર્મિલા ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી છે.

નવી રચાયેલી વાપી મહાનગરપાલિકાને તેના પ્રથમ મેયર મળી ગયા છે. મહાનગરપાલિકાની પ્રથમ ટર્મ માટે દક્ષાબેન પટેલની મેયર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે મિતેષ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશ પટેલની પસંદગી કરવામાં આવી છે. વાપી મહાનગરપાલિકાની રચના બાદ યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા કબજે કરી હતી. કુલ 52 બેઠકોમાંથી ભાજપે 37 બેઠકો જીતતા મજબૂત સ્થિતિ મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી હતી અને 4 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://અમદાવાદમાં ફાયરિંગ કેસમાં ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોલીસ તંત્ર પર જ લગાવ્યા આક્ષેપ

Exit mobile version