Site icon Time News

રાજ્યમાં બટાકાના ભાવમાં ભારે ઘટાડો થતા ખેડૂતોમાં રોષ, રાહત પેકેજની માંગ

Close up of new potatoes outside a greengrocers.

રાજ્યમાં આ વર્ષે બટાકાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બજારમાં બટાકાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ બટાકાના ભાવમાં 60 ટકાથી વધુનો તોતિંગ ઘટાડો થયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી અને ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

ગત વર્ષે બટાકાના ભાવ પ્રતિ મણે 250 થી 450 રૂપિયા સુધી મળતા હતા, જ્યારે ચાલુ વર્ષે એ જ બટાકા માટે ખેડૂતોને માત્ર 80 થી 150 રૂપિયા પ્રતિ મણ જેટલો જ ભાવ મળી રહ્યો છે. ભાવમાં આટલો મોટો ઘટાડો થતા ખેડૂતો માટે બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના બટાકા ઉગાડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉપરાંત અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પણ ભાવ ઘટાડાથી ભારે પરેશાન થયા છે.

બજારમાં બટાકાનું ઉત્પાદન વધુ હોવાથી વેચાણમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. ઘણા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા બટાકા વેચવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે તેમના માથા પર આર્થિક સંકટ ઊભું થયું છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બટાકાનું વાવેતર કરતા ખેડૂતો રાજ્ય સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે જેથી તેમને આર્થિક નુકસાનમાંથી થોડી રાહત મળી શકે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: આસામ-કેરળ-પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન:તમિલનાડુ-બંગાળમાં 23 એપ્રિલે મતદાન; મેની આ તારીખના રોજ પરિણામ

Exit mobile version