Site icon Time News

દેશના આ રાજ્યોમાં પ્રચંડ ગરમીની આગાહી, હિટવેવનું એલર્ટ

 દેશભરમાં ભીષણ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે .ઉત્તર ભારત, ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. દેશમાં આ પ્રદેશોમાં આગામી સમયમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. હાલ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પ્રવર્તી રહેલી કાળઝાળ ગરમીથી જનતાને હાલ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. 

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે..મહારાષ્ટ્રમાં વિદર્ભમાં સરેરાશ તાપમાન 41 થી 42  ડિગ્રી રહી શકે છે. એ જ રીતે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તાપમાન 40થી 44  ડિગ્રી સુધી જવાની સંભાવના છે. મંગળવારે ઉત્તર પ્રદેશના બાંદામાં સૌથી વધુ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  ઉત્તર પ્રદેશને આગામી કેટલાક દિવસ સુધી ગરમીથી રાહત મળવાની શક્યતા નથી. 

તો આ તરફ દુનિયામાં હાલ 1877 બાદનું સૌથી શક્તિશાળી અલ નીનો બની રહ્યું હોવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. અલ-નીનો એક એવી પ્રાકૃતિક મૌસમી ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરના ઉષ્ણકટિબંધીય એટલે કે ટ્રોપિકલ ભાગનું પાણી અસામાન્ય રૂપે ગરમ થઈ જાય છે.  2026-27 માં ફરી એક વખત સુપર અથવા મેગા અલ-નીનોની સ્થિતિ સર્જાઈ રહી હોવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. સામાન્ય અલ નીનો પ્રત્યેક બેથી સાત વર્ષમાં આવે છે, પરંતુ આ વખતે સુપર અથવા મેગા સ્તરનું અલ-નીનો બની રહ્યું છે. તેનું કારણ સમુદ્રી ગરમીની લહેર, પોઝિટિવ પેસિફિક મેરિડિયનલ મોડ અને ગરમ દક્ષિણી હવાઓ છે. બે સ્થિતિના કારણે   અલનીનો જેવી સ્થતિની  હવામાન વિજ્ઞાનિકોએ ચેતવણી આપી છે, કે આ લહેર અલ-નીનોને વધુ મજબૂત બનાવી રહી છે. ગરમી અને ભેજ વધવાથી પશ્ચિમી દેશોમાં ગરમીની લહેરો વધુ તીવ્ર બની શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પેટર્ન 140 વર્ષમાં સૌથી શક્તિશાળી હોઈ શકે છે.

ઉત્તર પ્રદેશમાં પ્રચંડ ગરમીથી રાહતના આસાર કોઇ દેખાતા નથી.  પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો માટે તડકામાં ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. દિવસોની સાથે સાથે રાતો પણ વધુ ગરમ થઈ રહી છે. હવામાન વિભાગે આજે રાજ્યના 35 જિલ્લાઓ માટે યલો એલર્ટ  જાહેર કર્યું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ 2-4 ડિગ્રી વધવાની ધારણા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવાર, 22 એપ્રિલે ઉત્તર પ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે. દિવસ દરમિયાન જોરદાર હિટવેવની ધારણા છે. 25 એપ્રિલ સુધી રાજ્યભરમાં તીવ્ર  હિટવેવની  આશા નથી. 26 એપ્રિલે હળવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની ધારણા છે, જે હવામાનમાં પરિવર્તન લાવશે અને 27 એપ્રિલે પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

આગામી પાંચ દિવસમાં તાપમાન વધુ વધશે.
ઉત્તર પ્રદેશમાં હાલ ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. આગામી પાંચ દિવસમાં ગરમી વધુ તીવ્ર બનવાની ધારણા છે, જેમાં મહત્તમ તાપમાન 2-4 ડિગ્રી વધવાની ધારણા છે. રાત્રિના તાપમાનમાં પણ વધારો થવાની ધારણા છે. રાજધાની લખનૌ સહિત રાજ્યભરમાં તાપમાન વધશે. લખનૌમાં, આગામી એક કે બે દિવસમાં પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

મુંબઈમાં CNG બ્લાસ્ટ બાદ આગ, લોકોમાં ભયનો માહોલ. – https://www.instagram.com/reel/DXd_vsgDlSz/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ડિજિટલ પેમેન્ટ માટે RBI નો મોટો નિર્ણય, ₹15,000 થી વધુના વ્યવહાર પર લાગુ થશે નવો નિયમ

Exit mobile version