Site icon Time News

Election Commission: ‘EVM હેક થઈ શકે છે…’, Tulsi Gabbardના નિવેદન પર Election Commissionએ કહ્યું- ભારતમાં…

ભારતમાં વિપક્ષ વર્ષોથી EVMથી મતદાન સામે સવાલ ઉઠાવતો રહ્યો છે. વિશેષરૂપે ચૂંટણીમાં પરાજય થાય એટલે દોષનો ટોપલો EVM ના માથે નાંખી દેવાય છે. જોકે, EVM  સાથે ચેડાંના વિપક્ષના દાવા Election Commission સતત ફગાવતું રહ્યું છે. જોકે, અમેરિકન નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે(American Director of National Intelligence Tulsi Gabbard) દાવો કર્યો છે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ હેક થઈ શકે છે અને તેના પુરાવા પણ મળ્યા છે. તેમણે અમેરિકામાં બેલટ પેપરથી ચૂંટણીની માગ કરી છે. તેમના આ નિવેદનથી ભારતમાં હોબાળો મચ્યો છે. વિપક્ષે ફરી એક વખત EVM સામે સવાલ ઉઠાવ્યા છે. જોકે, ચૂંટણી પંચે(Election Commission) ભારપૂર્વક કહ્યું છે કે ભારતની ઈવીએમ સિસ્ટમ ફૂલપ્રૂફ(EVM system foolproof) છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ બેઠક દરમિયાન યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે દાવો કર્યો કે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (ઈવીએમ સિસ્ટમ) હેક થઈ શકે છે. તેથી આખા દેશમાં પેપર બેલટથી મતદાન તરફ વળવું જોઈએ. આ બેઠકમાં તેમણે વોટિંગ મશીનની સુરક્ષામાં ખામીના પુરાવા પણ રજૂ કર્યા હતા.ગબાર્ડે કહ્યું કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ(Electronic voting system) લાંબા સમયથી હેકર્સના નિશાના પર છે અને તેને કેવી રીતે હેક કરી શકાય તેના પુરાવા આપણી પાસે છે. હેકર્સ ઈવીએસમાં પડેલા મતો સાથે ચેડાં કરી શકે છે, તેથી ઈવીએમ જરા પણ વિશ્વાસપાત્ર સિસ્ટમ નથી. આપણે દેશમાં ચૂંટણીની પ્રમાણિક્તામાં મતદારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે બેલટ પેપરથી મતદાન ફરજિયાત કરવું જોઈએ.

તુલસી ગબ્બાર્ડના આ નિવેદનના અમેરિકા જ નહીં ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. વિપક્ષને ફરી એક વખત ભારતમાં ઈવીએમ સામે સવાલ ઉઠાવવાની તક મળી ગઈ છે. વિપક્ષે ફરીથી દેશની ચૂંટણીમાં બેલટ પેપરથી મતદાનની માગ કરી છે. બીજીબાજુ તુલસી ગબ્બાર્ડના નિવેદનના સંદર્ભમાં ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. 

Election Commissionના સૂત્રોએ ભારપૂર્વક કહ્યું કે, ભારતના EVM એકદમ ફૂલપ્રૂફ છે. ભારતમાં વપરાતા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન હેકિંગ પ્રત્યે એકદમ સંવેદનશીલ છે. ઇવીએમ સરળ કેલક્યુલેટરની જેમ કાર્ય કરે છે અને તેને ઇન્ટરનેટ કે ઇન્ફ્રારેડ સાથે કનેક્ટ કર શકાતું નથી. કેટલાક દેશો ઇલેકટ્રોનિક વોટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. જે વિવિધ સિસ્ટમ, મશીન અને પ્રોસેસનું મિશ્રણ હોય છે અને તેમાં ઇન્ટરનેટ સહિતના વિવિધ પ્રાઇવેટ નેટવર્ક સામેલ હોય છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ નહીં પણ ઇલેકટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. જે સાદા કેલક્યુલેટર તરીકે કાર્ય કરે છે અને તેને ઇન્ટરનેટ, વાઇફાઇ કે ઇન્ફ્રારેડ સાથે કનેક્ટ કરી શકાતું નથી. 

આ પણ વાંચો, Botad: સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, અઢીસો કિલોની કેક કાપી, ભક્તોની ભારે ભીડ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version