
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસની ખોટ સર્જાઈ છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. ભારત સરકારે ગેસ સિલિન્ડર બુક કરવાનો સમયગાળો વધારીને 25 દિવસનો કર્યો છે. જે બાદ હવે આખા દેશમાં ESMA કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ઘરેલુ ગેસ, પેટ્રોલ અને ડીઝલની પુરવઠો લોકોને મળી રહે તે માટે સરકારે સમગ્ર દેશમાં પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તથા નેચરલ ગેસ માટે Essential Commodities Act લાગુ કર્યો છે. – પેટ્રોલ અને ગેસનો પુરવઠો કોઈ રોકી શકશે નહીં. સરકાર નક્કી કરશે કે ક્યાં અને કેટલો જથ્થો મોકલવો.
દરેક વિસ્તાર અને નાગરિકને સમાન રીતે ઈંધણ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
– જે વેપારીઓ કે એજન્સીઓ નફાખોરી કરવા માટે તેલ કે ગેસનો સ્ટોક કરશે, તેમની સામે ગુનો દાખલ થશે.
દેશમાં ગેસની વહેંચણી મામલે કેન્દ્ર સરકારે પ્રાથમિકતા નક્કી કરી છે.
પ્રથમ પ્રાથમિકતા
– ઘરેલુ PNG ગેસ પુરવઠો
– પરિવહન માટેનો ગેસ- CNG
– LPG ઉત્પાદન
પ્રથમ પ્રાથમિકતા ધરાવતા લોકોને છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના 100 જથ્થો આપવામાં આવશે.
દ્વિતીય પ્રાથમિકતા
ખાતરના પ્લાન્ટ ( શરત: ખાતર એકમો આ ગેસનો ઉપયોગ ખાતર ઉત્પાદન સિવાય અન્ય કોઈ હેતુ માટે કરી શકશે નહીં. )
તૃતીય પ્રાથમિકતા ક્ષેત્ર
ગેસ વિતરણ કંપનીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે નેશનલ ગેસ ગ્રીડ દ્વારા ચા ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને તેમના સરેરાશ વપરાશના 80 ટકા સુધી પુરવઠો પૂરો પાડવામાં આવે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ભારતમાં કોમર્શિયલ LPGની અછત, મુંબઈ-બેંગલુરુ સહિત અનેક શહેરોમાં હોટલ-રેસ્ટોરન્ટમાં અસર
