Site icon Time News

Engine shuts down on IndiGo flight: અમદાવાદ-ગાઝિયાબાદ ઈન્ડિગો ફ્લાઈટમાં બે વાર એન્જીન બંધ, મુસાફરોમાં ગભરાટ 

ગાઝિયાબાદના હિંડન એરપોર્ટથી ઉડાન ભરી રવાના થયેલી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જીન બે વાર બંધ થઈ ગયું, જેના કારણે 150 જેટલા મુસાફરોને 45 મિનિટ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ઘટનાએ ફ્લાઈટની સુરક્ષા અને એરલાઈન્સની તકનીકી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

જાણવા મળ્યું છે કે, ફ્લાઈટે ટેકઓફની તૈયારી કરી રહી હતી ત્યારે એન્જીન અચાનક બંધ થઈ ગયું. આ ઘટનાથી વિમાનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો. પાયલોટે તાત્કાલિક એન્જીન ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એન્જીન બીજી વાર પણ બંધ થઈ ગયું. આ દરમિયાન મુસાફરોને 45 મિનિટ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ટેકઓફ પહેલા પાયલોટે એન્જીન શરૂ કરતાં લાઈટ સ્ટ્રીપની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે એન્જીન બંધ થયું હતું. આ ઘટનાએ વિમાનની તકનીકી તપાસ અને જાળવણી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ ઘટનાએ 150 જેટલા મુસાફરોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. એન્જીન બંધ થવાની ઘટના દરમિયાન મુસાફરોમાં ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ હતી. ઘણા મુસાફરોએ એરલાઈન્સની લાપરવાહી અને સુરક્ષા ધોરણોની અવગણના અંગે નારાજગી વ્યક્ત કરી છે. 

આ પણ વાંચો, Ahmedabad: શહેરમાં હત્યા સહિત વિવિધ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version