
ગાંધીનગરમાં વૈભવ મનવાણીની હત્યા કરનાર કુખ્યાત ‘સાયકો કિલર’ વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હોવાની શક્યતા છે. પોલીસ તપાસ માટે આરોપીને ગુનાના સ્થળ એટલે કે કેનાલ પર લઈ ગઈ હતી. તે દરમિયાન વિપુલ પરમારે પોલીસ પર હુમલો કરી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો. પોલીસના સ્વ-બચાવમાં કરવામાં આવેલા ફાયરિંગમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના મૃત્યુની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ સમગ્ર ઘટના ગાંધીનગર જિલ્લા રેન્જમાં એ જ સ્થળે બની જ્યાં વૈભવ મનવાણીની હત્યા થઈ હતી. પોલીસ આરોપી વિપુલ પરમારને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે કેનાલ પર લઈ ગઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન, વિપુલ પરમારે અચાનક પોલીસ પાસેથી રિવોલ્વર છીનવીને હુમલો કરવાનો અને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસના વળતા હુમલા અને સ્વ-બચાવના ફાયરિંગમાં વિપુલ પરમાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ તેના મૃત્યુની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ગાંધીનગર પોલીસ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે પોલીસ તંત્ર ગુનાખોરીને કાબૂમાં લેવા માટે કેટલી કડક કાર્યવાહી કરી રહ્યું છે.
આ પણ વાંચો. ગુજરાતમાં નવા 17 તાલુકા જાહેર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મોટો દાવ
