
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે, આજે બપોરે રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ યોજીને ચૂંટણી માટે જાહેરાત કરી છે. ચૂંટણીની જાહેરાત કરતાં ચૂંટણી અધિકારીએ જાહેરાત કરી કે, આગામી 22 જૂને રાજ્યની ગ્રામ પંયાચતોની ચૂંટણી યોજાશે, અને તેનું પરિણામ 25 જૂને આવશે, રાજ્યમાં કુલ 8 હજાર 327 પંયાયતોની ચૂંટણી યોજાશે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી. ત્યારે હવે OBC અનામત મુદ્દે અટકી પડેલી ચૂંટણીનો માર્ગ મોકળો થશે. દોઢ વર્ષ પછી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.
અગાઉ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આખરી મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. આયોગે જિલ્લા ચૂંટણી અધિકારીને મતદારયાદી તૈયાર કરવા સૂચના આપી હતી. આ માટે તેમને 19 મે સુધીમાં યાદી તૈયાર કરીને સુપરત કરવાની સુચના અપાઈ હતી. વિધાનસભાની મતદાર યાદી પરથી ગ્રામ પંચાયતની યાદી તૈયાર કરવા સૂચના અપાઈ હતી.
ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી બાદ, OBC અનામત મુદ્દે ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીઓ અટકી પડી હતી, ત્યારે હવે આ ચૂંટણી કરાવવાનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય ચૂંટણી આયોગે અગાઉ તમામ જિલ્લા કલેકટરોને ચૂંટણીને લઈને એલર્ટ થઈ જવાની સૂચના આપી હતી. હવે મળતી માહિતી અનુસાર, 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે, એ તમામ 8240 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે.
આ પણ વાંચો, Ahmedabad: વિધવા મહિલાને લગ્નની લાલચ આપી લાખો રૂપિયા અને સોનાના ઘરેણા લઈ ફરાર આરોપી ઝડપાયો
