Site icon Time News

Gandhinagar: વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ

મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલ બંધ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. ગુજરાત વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી કે હવેથી મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલના બદલે સિંગતેલ વાપરવામાં આવશે. કુપોષણની ફરિયાદો વધતા મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આ નિર્ણય લીધો હતો.

સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસ ધારાસભ્યએ મધ્યાહન ભોજન અંગે સવાલો ઉઠાવ્યા હતા. મધ્યાહન ભોજનમાં બાળક દીઠ ખર્ચ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. સરકાર તરફથી શિક્ષણમંત્રીએ કોંગ્રેસ ધારાસભ્યના સવાલનો જવાબ આપ્યો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે બાલવાટિકાથી ધો. 5 સુધી બાળક દીઠ રૂપિયા 8.19 રૂપિયા મટીરીયલ કોસ્ટ થાય છે. જ્યારે ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ દીઠ મટીરીયલ કોસ્ટ રૂપિયા 11.66 ચૂકવાય છે.

આ પણ વાંચો, Gujarat: ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version