Site icon Time News

ખાદ્યતેલ ફરી મોંઘું થયું, કપાસિયા તેલનો ભાવ તો 2400 સુધી ઉછળ્યો

 ઇરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે એક મોટી અપડેટ સામે આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં બજારમાં વધતી માંગ અને વૈશ્વિક પરિસ્થિતિના કારણે તેલના ભાવમાં ઉછાળો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં જ ખાદ્યતેલના ભાવમાં 30 થી 100 રૂપિયા સુધીનો વધારો થયો છે.

હાલમાં બજારમાં સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. થોડા દિવસ પહેલા જે ભાવ લગભગ 2875 રૂપિયા આસપાસ હતા તે હવે વધીને લગભગ 2925 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ કારણે સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચ પર પણ અસર પડી રહી છે.કપાસિયા તેલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. થોડા દિવસ પહેલા આ તેલનો ભાવ 2350 રૂપિયા આસપાસ હતો, પરંતુ હવે તે વધીને લગભગ 2400 રૂપિયા સુધી પહોંચ્યો છે. બજારમાં આ વધારો વેપારીઓ માટે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

પામોલિન તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલ બજારમાં તેનો ભાવ લગભગ 2190 થી 2200 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે. સતત વધતા ભાવને કારણે ગ્રાહકો ચિંતિત બન્યા છે.

વેપારીઓના કહેવા મુજબ વૈશ્વિક બજારમાં ઉભી થયેલી અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય રાજકીય તણાવનો પણ ખાદ્યતેલના ભાવ પર અસર થઈ રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે આયાત અને સપ્લાય પર અસર પડી શકે છે. વેપારીઓનું માનવું છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આવતા દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધુ વધારો પણ જોવા મળી શકે છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ભારતમાં કોમર્શિયલ LPGની અછત, મુંબઈ-બેંગલુરુ સહિત અનેક શહેરોમાં હોટલ-રેસ્ટોરન્ટમાં અસર

Exit mobile version