
નાણાકીય વર્ષ 2025-26 માં ભારતનો ઇકોનોમી ગ્રોથ શાનદાર રહ્યો છે. આ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનું અર્થતંત્ર 7.7 ટકાના દરે વધ્યું છે. ચોથા ક્વાર્ટરમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે.
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે ભારતનો જીડીપી ગ્રોથનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા વધુ સારા જીડીપી આંકડા આવ્યા છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) અનુસાર નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 7.7% નોંધવામાં આવ્યો છે. આ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 7.8% રહ્યો હતો, જે અગાઉના ક્વાર્ટરમાં 8 ટકા હતો.
નેશનલ સ્ટૈટિસ્ટિક્સ મિનિસ્ટ્રી અનુસાર સરકાર માર્ચમાં પૂરા થતા સમગ્ર નાણાકીય વર્ષ માટે અર્થતંત્ર 7.7% વધવાની અપેક્ષા રાખે છે, જે ફેબ્રુઆરીમાં 7.6% અંદાજ હતો. આ જીડીપી આંકડા દર્શાવે છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને અસંખ્ય આર્થિક પડકારો છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત રહે છે.
દેશનો નોમિનલ જીડીપી 8.9%ની ગ્રોથ રહી છે. નાણાકીય વર્ષ 2025-26 માં વાસ્તવિક અને નોમિનલ જીવીએ અનુક્રમે 7.9% અને 9.1% વધવાનો અંદાજ છે. કૃષિ અને મત્સ્યઉદ્યોગ જેવા પ્રાથમિક ક્ષેત્રોમાં 3.2% વૃદ્ધિ જોવા મળી. ગૌણ અને તૃતીય ક્ષેત્રોએ પણ અર્થતંત્રને સપોર્ટ કર્યો છે. જેમા ક્રમશ 8.8% અને 9.3% વૃદ્ધિ આવી છે.
નાણાકીય વર્ષ 2025-26 માં ઉત્પાદન, વેપાર, સમારકામ, હોટલ, પરિવહન, સંદેશાવ્યવહાર અને પ્રસારણ, અને સંગ્રહ સંબંધિત સેવાઓ, અને નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓ ક્ષેત્રોમાં સતત અને બંને રીતે કિમતોમાં બે આંકડાનો વિકાસ થવાનો અંદાજ છે. ખર્ચના દૃષ્ટિકોણથી નાણાકીય વર્ષ 2025-26 માં ખાનગી અંતિમ વપરાશ ખર્ચ (PFCE) અને ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (GFCF) બંનેમાં 7.5% થી વધુ વૃદ્ધિ થવાનો અંદાજ છે.
https://www.instagram.com/timenewsguj
