Site icon Time News

ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ

ઉત્તર ભારતમાં વહેલી સવારે જ્યારે બધા મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે અચાનક ભકૂંપના આંચકા આવતા ફફડાટ ફેલાયો છે. સોમવારે (5 જાન્યુઆરી, 2026) વહેલી સવારે આસામમાં જોરદાર ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના મોરીગાંવ જિલ્લામાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી. આસામ અને અન્ય ઘણા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. સવારે લગભગ 4:17 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જ્યારે મોટાભાગના લોકો હજુ પણ ઊંઘી રહ્યા હતા.

આસામ ઉપરાંત, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરપૂર્વીય ભારતના અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ લગભગ 50 કિલોમીટર ભૂગર્ભમાં હતું, જેના કારણે ભૂકંપ દૂર દૂર સુધી અનુભવાયો હતો. કેટલાક વિસ્તારોમાં હળવા ભૂકંપ અનુભવાયા હતા, જ્યારે અન્ય વિસ્તારોમાં ગંભીર ભૂકંપ અનુભવાયા હતા.

ખુશીની વાત છે કે, આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ ઈજા કે મોટા નુકસાનના અહેવાલ નથી. વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. કોઈપણ કટોકટીની તૈયારી માટે સંવેદનશીલ વિસ્તારોમાંથી સતત માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

પ્રશાસન દ્વારા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સતર્ક રહેવા વિનંતી કરવામાં આવી છે. નિષ્ણાતો કહે છે કે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોએ હંમેશા સાવધાની રાખવી જોઈએ અને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

Exit mobile version