Site icon Time News

દેશનો પ્રથમ કિસ્સો: E20 પેટ્રોલથી ગાડી ખરાબ થવાના મામલે ગ્રાહક અદાલતનો ઐતિહાસિક ચુકાદો

ભારતમાં E20 ફ્યૂલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મામલામાં પ્રથમવાર કોર્ટનો આદેશ જારી થયો છે. છત્તીસગઢના રાયપુર જિલ્લામાં ગ્રાહક અદાલતે ગાડીના માલિકના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હકીકતમાં કાર માલિકે આરોપ લગાવ્યો હતો કે ઈ20 ઈંધણને કારણે તેના વાહનને ખુબ નુકસાન પહોંચ્યું અને વારંવાર ઠીક કરાવવા છતાં કોઈ રાહત ન મળી, માત્ર ખર્ચ વધ્યો.

ગ્રાહક અદાલતનો દાવો હતો કે ઈ20 પેટ્રોલ ભરાવ્યા બાદ તેની કારના એન્જિનમાં સમસ્યા આવવા લાગી. એન્જિનનું પરફોર્મંસ ખરાબ થઈ ગયું, મિસફાયરિંગ અને માઇલેજમાં પણ ઘટાડો જોવા મળ્યો. વારંવાર સર્વિસ સેન્ટર પર કાર રિપેર કરાવ્યાં છતાં આ સમસ્યા બની રહી, જેનાથી ગ્રાહકને ખુબ ખર્ચ થયો હતો.

આ કેસનું મુખ્ય ફોકસ એક સવાલ પર ટકેલું હતું કે શું ઈ20 પેટ્રોલને કારણે ગાડીમાં ખરાબી આવી રહી છે? કાર બનાવનારી કંપની અને ડીલરે તે દાવો કર્યો હતો કે વ્હીકલનું મોડલ ઈ20 ફ્યૂલની સાથે સરળતાથી ચાલી શકે છે. ડીલર તરફથી તે પણ દાવો કરવામાં આવ્યો કે ગાડીમાં આવી રહેલી સમસ્યાઓ માલિકની ભૂલને કારણે છે, મેન્ટેનન્સ ન થવું અને સામાન્ય તૂટ-ફૂટ હોવાને કારણે વાહનમાં ખરાબી આવી છે. પરંતુ ફરિયાદીનું કહેવું હતું કે વર્ષ 2024મા ખરીદવામાં આવેલી ગાડી અત્યાર સુધી સારી રીતે ચાલી રહી હતી, પરંતુ ઈ20 પેટ્રોલ ભરાવ્યા બાદ તેમાં સતત સમસ્યાઓ આવી.

કાર માલિકે આ કેસ જાણીતી કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ પર કર્યો હતો. કોર્ટે સુનાવણી બાદ કંપનીને નિર્દેશ આપ્યો કે 45 દિવસની અંદર સેમ મોડલની કાર ફરિયાદીને આપે. આ ગાડી ઈ20 ફ્યૂલથી ચાલતી હોવી જોઈએ. જો કંપની તેમ કરતી નથી તો વાહન માલિકને કારની રકમ પરત કરવી પડશે. આ રકમ 20.50 લાખ રૂપિયા હશે.

એટલું જ નહીં કોર્ટે ફરિયાદીને થયેલી માનસિક પરેશાની માટે એક લાખ રૂપિયાનું વળતર અને કેસના ખર્ચ માટે 10 હજાર રૂપિયા આપવાનો આદેશ કર્યો છે.

ગ્રાહક કોર્ટની સામે ફરિયાદીએ તે વાતના પુરાવા રજૂ કર્યાં કે તેની ગાડીના એન્જિનમાં ઈ20 ફ્યૂલ જમા થયેલું મળ્યું. વર્કશોપમાં તેને ઠીક કરાવવામાં આવ્યું, પરંતુ થોડા દિવસ બાદ પેટ્રોલ ટેન્કમાં સફેદ અને ચિકણું લિક્વિડ મળ્યું. એન્જિનમાં નુકસાન વધતું ગયું. તે માટે ગ્રાહક અદાલતે કાર કંપનીને જવાબદાર ઠેરવી છે.

Exit mobile version