Site icon Time News

Surendranagar: થાનમાં પોલીસ ચેકિંગ દરમિયાન નબીરાએ ભરબજારે કાર ભગાવીને 15ને અડફેટે લીધા

રાજ્યના Surendranagar જિલ્લાના થાનમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  થાનમાં પોલીસની ચેકિંગ ડ્રાઇવ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સર્જાઈ હતી. પોલીસે કાળા કાચ બદલ એક કારને રોકતા જ બેફામ નબીરો કાર લઈને નાસી છૂટ્યો હતો. પોલીસની હાજરીમાં જ નબીરો કાર લઈને ભાગ્યો હતો. 

આ નબીરાએ ભર બજારમાં 15થી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં  2 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.પોલીસની હાજરીમાં જ બનેલી આ ઘટના બાદ, ખુદ DYSP અને થાન PI એ નબીરાની અટકાયત કરી તેને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે નંબર પ્લેટ વગરની અને બ્લેક ફિલ્મ ધરાવતી અન્ય લક્ઝુરિયસ ગાડીઓ પણ જપ્ત કરી કાયદો અને વ્યવસ્થા સુધારવાના પ્રયાસો શરૂ કર્યા છે.

આ પણ વાંચો, ગુજરાત સરકારે સ્વીકાર્યું: 249 તાલુકાના 16 હજારથી વધુ ગામોમાં પાક ધોવાયો, મગફળી, કપાસના સૌથી વધુ નુકસાનની ભીતિ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version