Site icon Time News

શ્રાનના મળથી વૃદ્ધના પેટમાં 500 ગાંઠ થઈ,15 વર્ષથી પેટનો દર્દ એક સર્જરીમાં ગાયબ જાણો ડો.તપનભાઈ શાહ પાસેથી

Oplus_131072

60 વર્ષીય દાદી પેટમાં દુખાવા સાથે છેલ્લા 2 મહિના થી એલ. જી. હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં બતાવા આવતા હતા, પેટનો દુખાવો તેમને 15 વર્ષથી હતો, ગામડે રહેતા હતા તેથી ત્યાં લોકલ ડૉક્ટર ને બતાવી ને દુખાવાની દવા લઈ લેતા હતા.

એલ. જી. હોસ્પિટલમાં પણ બતાવ્યા પછી દાખલ કરીને સોનોગ્રાફી, લોહીના રિપોર્ટ કરાવતા પેટમાં ઘણી બધી જગ્યાએ ગાંઠ જોવા મળી જેમાં તેની અંદર પણ પાણી ની ગાંઠ જોવા મળી તેથી Hydatid disease – Tapeworm – ફિતા ક્રૃમિ ની શક્યતા જણાતા સી.ટી. સ્કેન કરવાનો નિર્ણય લીધો. સીટી સ્કેનમા hydatid disease આખા પેટમાં ફેલાયેલો આવ્યો (Disseminated Hydatid disease) તથા બધી ગાંઠ માં તેની daughter cysts ઘણી સંખ્યામાં હતી.

જો ગાંઠ ફાટી જાય તો તેનું પ્રવાહી અને daughter cysts આખા પેટમાં ફેલાય અને anaphylactic shock થાય અને જીવલેણ પણ બની શકે છે. તેથી ત્વરિત દર્દીને ઓપરેશનમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. જોખમ anesthesia નું પણ હતું અને surgery નું પણ. જો ગાંઠ જે બરોળ, લિવર, આંતરડા, પેટની દિવાલ, પેટની ચરબી, ગર્ભાશય બધે ફેલાયેલી હતી જો કાઢતા ફાટે તો જીવલેણ થઈ શકે. Opereshan માં એક ગાંઠ ફાટેલી જણાએલી અને પેટમાં ફેલાયેલી હતી, બધી જ ગાંઠ તથા cyst કાઢવામાં આવી, જે સંખ્યામાં આશરે 500 કરતા વધુ હતી, પરંતુ દર્દીને cardiac arrest થયું (anaphylactic shock ના કારણ) દર્દીને એ વખત તો shock ane જરૂરી injections આપીને critical પરિસ્થિતિમાં થી બહાર કાઢવામાં આવ્યું પરંતુ વધારે સમય કાઢી ના શક્યું.

હાઇડેટિડ ડિસીઝ એક પરોપજીવી રોગ છે, જે મુખ્યત્વે Echinococcus granulosus નામના ફીતાકૃમિ (Tapeworm)ના કારણે થાય છે. આ રોગમાં શરીરના વિવિધ અંગોમાં પાણી ભરેલી Hydatid cyst એટલે કે હાઇડેટિડ સિસ્ટ બની શકે છે. સામાન્ય રીતે લિવર અને ફેફસાં સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે.

સંક્રમિત પ્રાણીના અંગોમાં રહેલી સિસ્ટ કૂતરો ખાય ત્યારે કૂતરાના આંતરડામાં પુખ્ત કૃમિ વિકસે છે અને તેના મળમાં કૃમિના ઈંડા બહાર આવે છે.

આ ઈંડા માટી, પાણી, શાકભાજી અથવા અન્ય વસ્તુઓને દૂષિત કરી શકે છે. માણસ ભૂલથી આ ઈંડા મોઢા વાટે શરીરમાં લઈ લે ત્યારે ચેપ લાગી શકે છે.

બચાવ માટે શું કરવું?

“કૂતરાના મળથી દૂષિત થયેલા કૃમિના ઈંડા મોઢા વાટે શરીરમાં પહોંચે ત્યારે માણસને Hydatid disease થઈ શકે છે. સ્વચ્છતા, યોગ્ય રીતે ખોરાક ધોવા અને પાલતુ પ્રાણીઓનું નિયમિત deworming — બચાવના મહત્વના પગલાં છે.”

આ દર્દીની સારવાર સર્જરી વિભાગના વડા ડૉ. અસિત પટેલના માર્ગદર્શનમા ડૉ. કૌશલ સુથાર, ડૉ. તપન શાહ તથા ડૉ. ધ્રુવેશ શેઠ તથા anesthesia અને opereshan theatre ના સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.

Exit mobile version