Site icon Time News

 મારા નામે ફેલાવેલી વાતો કે અફવાઓમાં આવવું નહીં, જુઓ ઘરે પરત આવ્યા બાદ શું બોલી કિંજલ રબારી

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્નના વિવાદ બાદ હવે રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ભારે ચર્ચાઓ જાગી હતી. ગાયિકાએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી સોશિયલ મીડિયા પર પોતાની અને પતિની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ આ મામલે મોટો વળાંક આવ્યો છે.

પાટણમાં સિંગર કિંજલ રબારી સ્વેચ્છાએ પરિવારજનો પાસે પરત ફર્યા છે. તો બીજી તરફ ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે પ્રેમ લગ્નની વાતને ભૂલીને તેઓ સ્વઇચ્છાએ પરિવાર પાસે પરત ફર્યા છે. કોઈના દબાણમાં નહીં પરંતુ રાજીખુશીથી પરિવાર સાથે રહેવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે અને ચાહકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: રેડ આઉટફીટમાં ગોર્જિયસ લાગી ઝારા યાસ્મિન, જુઓ તસવીરો

Exit mobile version