Site icon Time News

ભારતમાં ક્રૂડની કિંમતોમાં વધારાની સીધી અસર, પ્રિમિયમ પેટ્રોલના ભાવ 2.35 રૂપિયા વધ્યા

ભારતમાં 20 માર્ચ, 2026 થી પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં વધારો થયો છે. તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, BPCL ના ‘Speed’, HPCL ના ‘Power’ અને IOCL ના ‘XP95’ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ. 2.09 થી રૂ. 2.35 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, હાલના તબક્કે સામાન્ય (Regular) પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઇઝરાયેલ- અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ક્રૂડના ભાવમાં વધારો થયો છે. જેની સીધી અસર હવે ક્રૂડના ભાવ ઉપર જોવા મળી છે. જેને પગલે હવે પાવર પેટ્રોલની કિંમતમાં વધારો આજથી જ અમલમાં આવી ગયો છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને ડોલર સામે રૂપિયો નીચલી સપાટીએ 

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયા છે. સાથે સાથે ડોલર સામે રૂપિયા ઓલ ટાઈમ લો પર લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતની ઓઈલ કંપનીઓ માટે આયાત મોંઘી બની છે. 

હાલ સામાન્ય પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નહીં 

નોંધનીય છે કે સામાન્ય પેટ્રોલના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે પ્રીમિયમ ફ્યુઅલ વાપરતા લોકોના ખિસ્સા પર આ વધારાનો બોજ આવશે. જો વૈશ્વિક બજારમાં ક્રૂડ મોંઘું રહેશે, તો આગામી સમયમાં સામાન્ય પેટ્રોલ પર પણ દબાણ વધી શકે છે. 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: કોણ છે આ કેન્દ્રીય મંત્રી? જેને અપાઇ મારી નાખવાની ધમકી!

Exit mobile version