Site icon Time News

Ambaji: અંબાજી જનારા માઈ ભક્તો એક નજર મારી લેજો, આરતી અને દર્શનના સમયમાં રહેશે ફેરફાર

ઉત્તર ગુજરાતનાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે અંબાજી શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ નિજ મંદિરના સમય ફેરફાર કરવામાં આવ્યો છે. 30 માર્ચથી 5 એપ્રિલ સુધી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં આરતી તેમજ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

30 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી આવનારા ભક્તો માતાજીના દર્શન યોગ્ય રીતે કરી શકે એ માટે મંદિરમાં દર્શન અને સવાર અને સાંજની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, તા.30/03/2025 ના સવારે 09:15 કલાકે ઘટ સ્થાપન કરવામાં આવશે.

ઘટ સ્થાપન ચૈત્ર સુદ-1 (એકમ) રવિવાર તા.30/03/2025 ના સવારે 09:15 કલાકે

દર્શન સાંજે 19:30 થી 21:00

આરતી સવારે 07:00 થી 07:30

દર્શન સવારે 07:30 થી 11:30

રાજભોગ બપોરે 12:00 કલાકે

દર્શન બપોરે 12:30 થી 16:30

આરતી સાંજે 19:00 થી 19:30

અંબાજી મંદિરના મુખ્ય પુજારી ભરતભાઈ પાધ્યાએ જણાવ્યું કે ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના ભક્તો દર્શન કરી શકે એ માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભક્તો માતાજીના દર્શન કરી શકે એ માટે દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો છે. રવિવારે સવારે સાડા નવ વાગે વિધિ-વિધાન અનુસાર, ઘટ સ્થાપન કરવામાં આવશે. અહીંની પરંપરા અનુસાર, અષ્ટમીના દિવસે હવન થશે, જેમાં જવારા હોમવામાં આવશે.

આ પણ વાંચો, Ahmedabad: સી.જી.રોડ પરની ખ્યાતનામ જવેલર્સની દુકાન બળીને ખાખ, ફાયર વિભાગે 20 કરોડથી વધુના દાગીના બચાવ્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version