
નમસ્કાર,
હું જયોતિકા બેન પરમાર આમ આદમી પાર્ટીનો આગામી ચૂંટણીનો ઉમેદવાર, આજે તમામ મીડિયા બાંધવો સમક્ષ મારી વાત રજૂ કરું છું.
- શિક્ષણના ક્ષેત્રમાં ઐતિહાસિક કામગીરી
હવે હું વચન આપું છું – 2026માં કોર્પોરેટ બન્યા પછી સરકારી શાળાના કેમ્પસમાં બાળમંદિરની વ્યવસ્થા નહોતી, મેં ત્યાં બાળમંદિર પણ બનાવીશ.
નળ, ગટર, પાણી, લાઇટની વ્યવસ્થા – અને નવો સંકલ્પ
હું આજે વચન લઉં છું –
જો તમે મને કોર્પોરેટર બનાવશો, તો સમગ્ર સાબરમતી વોર્ડમાં નળ, ગટર, બત્તી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા હું કાયમ માટે ખતમ કરીશ.
જે રીતે અમદાવાદના અન્ય વોર્ડ – નારણપુરા, બોપલ, અંબલી – અને આપણા નજીકના વિસ્તારો – રામોલ, વસ્ત્રાલ, ઇન્ડિયા કોલોની જેવા વોર્ડમાં સુવિધાઓ છે, તેવી જ સુવિધાઓ સાબરમતીમાં સ્થાપિત કરીશ.
- બાળકો અને વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા
બાળકો માટે રમવા-કૂદવાનું મેદાન
વૃદ્ધો માટે વૉકિંગ સ્ટ્રીટ અને ગેઝેબો
આ વ્યવસ્થા કરીશ, જેથી તમામ વર્ગના લોકો પોતાને સાચવી શકે અને એક સારા ભારતીય નાગરિકની જેમ તે તમામ સુવિધાઓનો લાભ લઈ શકે, જેના માટે તેઓ ટેક્સ ભરે છે.
અંતમાં…
હું આજે ફરી વચન આપું છું કે 2026ની ચૂંટણીમાં મને કોર્પોરેટર બનાવો, હું સાબરમતીનો ચહેરો બદલી નાખીશ.
જય હિન્દ, જય ગુજરાત.
જયોતિકા બેન પરમાર
સાબરમતી (વોર્ડ નં. 4)
