Site icon Time News

Gujarat: મુખ્યમંત્રીના મદદનીશ પછી વધુ એક વિકેટ પડી, CMOમાંથી વધુ એકની વિદાય; ઉપસચિવની બદલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંગત મદદનીશ નીલ પટેલની મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરાયા બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી વધુ એક અધિકારીને વિદાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સાફસુફી કરવામાં આવી રહી છે જે સચિવાલયમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે.

આ જ સપ્તાહમાં મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલની હકાલપટ્ટી કરાઇ છે. એવો ગણગણાટ છે કે, ભાજપ જીલ્લા પ્રમુખોની યાદી જાહેર થાય તે પહેલાં સંભવિત દાવેદારોને આગોતરી જાણ થઇ ગઇ હતી. એટલુ જ નહીં, જીલ્લા પ્રમુખોનું પેપર ફુટી જતાં ભાજપની આબરૂ ધુળધાણી થઇ હતી. આ બધાય માટે જવાબદાર મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં.

આ ઘટના હજુ ભૂલાઇ નથી ત્યાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ગૃહવિભાગનો પોર્ટફોલિયો સંભાળતા ઉપસચિવ જપન દવેને પણ વિદાય કરાયાં છે. તેમની આરોગ્ય વિભાગમાં બદલી કરી દેવાઇ છે.જોકે, ક્યા કારણોસર જપન દવેની મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બદલી કરી દેવાઇ છે તે મુદ્દે હજુ કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

આ અગાઉ પણ મુખ્યમંત્રીના અંગત મદદનીશ ધ્રુમિલ પટેલને પણ ભ્રષ્ટાચારના આરોપસર ઘેર બેસવું પડ્યું છે. આમ,અંગત મદદનીશથી માંડીને અન્ય અધિકારીઓના વિવાદને લીધે મુખ્યમંત્રી કાર્યાલય ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે.

આ પણ વાંચો. http://‘હું પહેલગામ હુમલાના પીડિત પરિવારોને વિશ્વાસ અપાવું છું કે તેમને ન્યાય જરૂર મળશે’, મન કી બાતમાં બોલ્યા PM મોદી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version