Site icon Time News

દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ, ઈસુદાન ગઢવીના આજથી ધરણા

 અલનીનોની અસરના કારણે ગુજરાતમાં સિઝનનો ઓછો વરસાદ નોંધાયો છે. તેમાં પણ દેવભૂમિ દ્વારકામાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં વરસાદની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. સિઝનનો સરેરાશ વરસાદ જોતા જિલ્લામાં માત્ર 6.41 ટકા વરસાદ નોંધાયો છે. આ સ્થિતિને લઈને ખેડૂતોમાં ચિંતા છે  આ સ્થિતિને જોતા  AAPના નેતા  ઈસુદાન ગઢવીએ દ્વારકા સહિત ઓછા વરસાદવાળા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે  29 ઓગસ્ટથી ખંભાળિયા ખાતે અનિશ્ચિતકાળના ધરણા શરૂ કર્યાં છે. 

વરસાદની આ સ્થિતિને લઈને  ઈસુદાન ગઢવીએ સરકાર પાસે દ્વારકા, જામનગર અને પોરબંદર સહિત ઓછા વરસાદવાળા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે

AAPની મુખ્ય માગણીઓ શું છે?

ઈસુદાન ગઢવીના આંદોલન સાથે જોડાયેલી મુખ્ય માગણીઓમાં:

આ માગણીઓ સાથે 29 ઓગસ્ટથી ખંભાળિયામાં અનિશ્ચિતકાળના ધરણા શરૂ કરવામાં આવ્યાં છે. 

દ્વારકામાં માત્ર 6.41 ટકા વરસાદ

નોંધનિય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ ચોમાસામાં અત્યાર સુધી માત્ર 6.41 ટકા વરસાદ નોંધાયો છે. એટલે કે સિઝનના સામાન્ય વરસાદની સરખામણીમાં અહીં વરસાદની ઘટ અત્યંત મોટી છે. જિલ્લાના તાલુકાવાર આંકડા પણ ચિંતાજનક છે. ભાણવડમાં 9.75 ટકા, ખંભાળિયામાં 9.54 ટકા, કલ્યાણપુરમાં 3.41 ટકા અને દ્વારકા તાલુકામાં માત્ર 2.28 ટકા વરસાદ નોંધાયો.

માત્ર દ્વારકા જ નહીં, પડોશી જિલ્લાઓમાં પણ વરસાદની અછત જોવા મળી રહી છે.

આ આંકડા 27 ઓગસ્ટ સુધીના ઉપલબ્ધ અહેવાલો મુજબ છે. તેની સામે રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ આશરે 75.23% નોંધાયો હતો.

સૌરાષ્ટ્રમાં વરસાદની અસમાન સ્થિતિ

આ વર્ષે ગુજરાતમાં વરસાદનું વિતરણ એકસરખું રહ્યું નથી. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ છે.

24 ઓગસ્ટના ઉપલબ્ધ આંકડા મુજબ દેવભૂમિ દ્વારકા ઉપરાંત પોરબંદર, જામનગર અને કચ્છમાં પણ સિઝનના સરેરાશના 30 ટકા કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો. રાજકોટ અને ગીર સોમનાથમાં પણ સિઝનના સરેરાશના 50 ટકા સુધી વરસાદ પહોંચ્યો ન હતો

ખેડૂતોની મુશ્કેલી વધી

વરસાદ ખેંચાતા ખેડૂતો માટે સૌથી મોટો પડકાર પાક બચાવવાનો છે. વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારોમાં જમીનમાં ભેજની અછત સર્જાઈ શકે છે. મગફળી, કપાસ, તલ, મગ, અડદ સહિતના પાક પર વરસાદની અછતના કારણ સૂકાઇ રહ્યો છે. 

વરસાદની અછતનો બીજો મોટો ફટકો પશુપાલકોને પડી શકે છે. લીલા ઘાસચારાની અછત વધે તો પશુઆહારનો ખર્ચ વધી શકે છે અને તેની સીધી અસર પશુપાલન પર પડી શકે છે.

Exit mobile version