
દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે બપોરે 2 વાગ્યે સ્પાઈસજેટની ફ્લાઈટ પાર્કિંગ એરિયામાં ઉભેલા અકાસા એરલાઈનના વિમાન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.
સ્પાઈસજેટ વિમાનની જમણી પાંખોને નુકસાન થયું છે. જ્યારે, બીજા અકાસા વિમાનની ડાબી પાંખ તૂટી ગઈ છે.
ઘટના બાદ સ્પાઈસજેટનું આ વિમાન દિલ્હીમાં જ ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. તેનો ઉપયોગ ઉડાન માટે કરવામાં આવશે નહીં.
FlightRadar24 અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે લેહથી આવેલું સ્પાઈસજેટ વિમાન ગેટ તરફ આગળ વધી રહ્યું હતું. અકાસા એરનું વિમાન હૈદરાબાદ માટે પુશબેક કરી રહ્યું હતું.
અકાસા એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું કે અકાસા એરની દિલ્હીથી હૈદરાબાદ જતી ફ્લાઇટ QP 1406ને 16 એપ્રિલ 2026ના રોજ પાછી બે (પાર્કિંગ એરિયા)માં ફરવું પડ્યું. ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને વહેલામાં વહેલી તકે હૈદરાબાદ મોકલવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે.
Ahmedabadના Vastrapur વિસ્તારમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો – https://www.instagram.com/reel/DXJ9wQNDLT5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ‘વિરોધ કરનારાઓને લાંબા સમય સુધી કિંમત ચુકવવી પડશે…’મહિલા અનામત પર PM મોદીની ચેતવણી
