Site icon Time News

કડીના ભાજપના ધારાસભ્ય કરશન પટેલનું નિધન, સાદગીપૂર્ણ જીવન માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત

મહેસાણાના કડીના ભાજપના  ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડિત હતા. મોડી રાત્રે 2.30 વાગ્યે કરશનભાઈએ  અંતિમ શ્વાસ લીધા,છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સરની તેમની  સારવાર ચાલી રહી હતી.અમદાવાદ સિવિલમાં  બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી, આજે સવારે તેમના નિવાસસ્થાનથી સવારે 11 વાગ્યે  અંતિમ યાત્રા નીકળશે. તેમના વતન નગરાસણ ગામે  અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે સાડા 10 વાગ્યા સુધી પાર્થિવદેહના  અંતિમ દર્શન કરી શકાશે. કરશનભાઈ સોલંકીના નિધનથી શોકનો માહોલ છે. પ્રમાણિક નેતાઓમાં સૌથી અગ્રીમક્રમે  કરશનભાઈ સોલંકી હતા. તેઓનું સાદગીભર્યુ જીવન અન્ય માટે પ્રેરણાસ્ત્રોત છે. ધારાસભ્ય બન્યા બાદ પણ એસટીમાં મુસાફરી કરતા હતા.

ભાજપના  ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના નિધનથી રાજકારણના વર્તુળમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે  પણ  દુઃખ વ્યક્ત કર્યું છે.  સોશિયલ મીડિયા પર દુ:ખ પ્રગટ કરતા લખ્યું કે, કરશનભાઈ સોલંકીના દુખદ નિધનથી વ્યથિત છું. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે.પરિવારજનોને આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે.કરશનભાઈના સેવાના કાર્યોની સુગંધ સદાય પ્રસરતી રહેશે. 

કરશનભાઈ સોલંકીના નિધન પર મયંક નાયકે દુ:ખ વ્યક્ત કર્યું છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે  શોકની લાગણી પ્રગટ કરતા કહ્યું કે, કરશનભાઈ સોલંકી સાથે કામ કરવાની તક મળી.સરળ અને સાદગીથી કરશનભાઈએ જીંદગી વિતાવી.કરશનભાઈ બસમાં મુસાફરી કરીને  MLAની ફરજ નિભાવતા હતા, વિસ્તારના પ્રશ્નો માટે સરકારમાં સતત રજૂઆતો કરતા હતા. રાજ્ય અને વિસ્તારના લોકોને મોટી ખોટ છે. પ્રભુ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે .

Exit mobile version