
રાજ્યની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે જામનગરના પિરોટન ટાપુ પરના ગેરકાયદે અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરી છે.. પિરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર અતિક્રમણ પર બુલડોઝર ફેરવી દેવાયું છે.
ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રદેશની દરિયાઇ ઇકોસિસ્ટમને બચાવવા માટે લેવામાં આવ્યું છે. પિરોટન ટાપુ પાંચ SPM (સિંગલ પોઈન્ટ મૂરિંગ્સ) ની નજીક સ્થિત છે, જે દેશના 60 ટકા ક્રૂડ ઓઈલ સપ્લાય કરે છે.
આ ટાપુ મરીન નેશનલ પાર્કનો પણ એક ભાગ છે અને ગેરકાયદે અતિક્રમણને કારણે દરિયાઈ જીવન, ખાસ કરીને પરવાળાના ખડકોને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. અતિક્રમણને કારણે લોકોની વધતી જતી ગેરકાયદેસર અવરજવરે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ચિંતાઓ ઊભી કરી હતી.
તમને જણાવી દઈએ કે આ સાઇટ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) સંબંધિત પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ હતી. અતિક્રમણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મુખ્ય ઉદ્યોગો અને સંરક્ષણ સંસ્થાઓ માટે પણ ગંભીર જોખમો ઉભી કરે છે.
