
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે. સજ્જન કુમારની સજા પર 18 ફેબ્રુઆરીએ ચર્ચા થશે.
સજ્જન કુમાર 1 નવેમ્બર 1984 ના રોજ દિલ્હીના સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યાના કેસમાં આરોપી હતા. આ કેસમાં, કોર્ટે બુધવારે (૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫) પોતાનો ચુકાદો આપ્યો.
સજ્જન કુમાર પર શું આરોપ છે?
કોર્ટે સજ્જન કુમાર વિરુદ્ધ IPCની કલમ 147/148/149/302/308/323/395/397/427/436/440 હેઠળ આરોપો ઘડ્યા હતા. SITએ આરોપ લગાવ્યો હતો કે સજ્જન કુમાર ટોળાનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમની ઉશ્કેરણીથી ટોળાએ બે વ્યક્તિઓને જીવતા સળગાવી દીધા હતા અને તેમના ઘરના સામાન અને અન્ય સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. માલનો નાશ કરવામાં આવ્યો અને લૂંટ ચલાવવામાં આવી.
