
રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં ચાલી રહેલા હાઇ પ્રોફાઇલ AI Impact Summit દરમિયાન આજે એ વખતે અફરતફરી મચી ગઈ જ્યારે યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરક્ષા લંઘીને પરિસરમાં પ્રવેશ કરીને વિરોધ કર્યો અને નર લગાવ્યા.
દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં યોજાઈ રહેલી હાઇ-પ્રોફાઇલ ‘AI ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન અચાનક હોબાળો મચી ગયો કારણ કે યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા ઘેરો તોડી પરિસરમાં પ્રવેશ્યા અને સૂત્રોચ્ચાર કર્યા. કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘PM is Compromised’ આક્રમક નારા લગાવ્યા. જેના કારણે કાર્યક્રમ સ્થળની સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલો ઊભા થયા છે. આ ઘટના સમયે ભારત તેમજ વિદેશના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ સમિટમાં હાજર હતા. અચાનક કેટલાક કાર્યકરો બેનરો અને પોસ્ટરો સાથે મુખ્ય હોલ નજીક પહોંચી ગયા. સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી કરીને વિરોધીઓને કાબૂમાં લીધા અને પરિસરમાંથી દૂર કર્યા.
દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે લગભગ 10 જેટલા લોકો વિરોધમાં સામેલ હતા. જેમાંથી ચારથી પાંચ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તમામને તિલક માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવાયા. પોલીસ મુજબ કાર્યકરો QR કોડ દ્વારા પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા. કડક સુરક્ષા હોવા છતાં તેઓ કેવી રીતે અંદર પહોંચ્યા તેની તપાસ ચાલી રહી છે. આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું છે કે આરોપીઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયા એ આ ઘટનાને “રાષ્ટ્રીય શરમ” ગણાવી કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરી ટીકા કરી. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે જ્યારે ભારત વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી નેતૃત્વ દર્શાવતું પ્રતિષ્ઠિત AI સમિટનું આયોજન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે ગૌરવના બદલે વિક્ષેપ પસંદ કર્યો. માલવિયાએ વધુમાં કહ્યું કે લોકશાહી વિરોધનો અધિકાર હોવા છતાં ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી. તેમના મુજબ આવા વર્તનથી દેશને ડગમગતું જોવા ઇચ્છતા તત્વોને ફાયદો થાય છે.
આ પરિષદ ગ્લોબલ સાઉથમાં ભારત દ્વારા આયોજિત પ્રથમ વૈશ્વિક AI સમિટ ગણાય છે. 20થી વધુ દેશોના વડાઓ, 60 મંત્રીઓ અને 500થી વધુ વૈશ્વિક AI નિષ્ણાતો તથા ઉદ્યોગ પ્રતિનિધિઓએ તેમાં હાજરી આપી હતી. ભારત AI મિશન અને ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ આયોજિત આ સમિટનો હેતુ નીતિ નિર્માતાઓ, ટેક કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને શિક્ષણવિદોને એક મંચ પર લાવી વૈશ્વિક AI સંવાદને વ્યાવહારિક અને અમલીકરણયોગ્ય પરિણામોમાં ફેરવવાનો છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://“વેશ્યાવૃત્તિ એ સમાજ સેવા છે”, ફિલ્મના પ્રમોશનમાં ગુજરાતી અભિનેત્રી ભાન ભૂલ્યા, આ નિવેદનથી ખળભળાટ
