Site icon Time News

કોંગ્રેસના કોર્પોરેટર સામે ફરિયાદ દાખલ, મામલો પહોંચ્યો DEO, આપ્યા તપાસના આદેશ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કોંગ્રેસના એક કોર્પોરેટર વિરુદ્ધ બોગસ દસ્તાવેજો રજૂ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કુબેરનગર વોર્ડમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર કલ્પના નવલેકર સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેનાથી રાજકીય તેમજ શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

વાસ્તવમાં આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીનઆ આદેશ મુજબ એક શાળા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી કે, કલ્પનાના નવલેકરે AMCની ચૂંટણી દરમિયાન સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) તરીકે જે દસ્તાવેજ રજૂ કર્યો હતો, તે શંકાસ્પદ છે. તપાસના આદેશ બાદ કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે તેમણે જે કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું એલસી રજૂ કર્યું હતું, તે અસલી નથી.

આ તરફ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, દર્શાવાયેલ GR નંબર અને LC નંબર શાળાના રેકોર્ડ સાથે મેળ ખાતા નથી. વધુમાં, જે GR નંબર દર્શાવવામાં આવ્યો હતો તે અન્ય વિદ્યાર્થીના નામે નોંધાયેલો હતો. આથી સ્પષ્ટ થયું કે, દસ્તાવેજ બનાવટી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં ખોટી સહીનો પણ ઉપયોગ થયો હોવાની શક્યતા છે.

DEO દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈ શાળાના સંચાલનને પોલીસ ફરિયાદ નોંધાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

ફિલ્મી ઢબે પીછો કરી કતલખાને લઇ જવાતાં અબોલ પશુઓને બચાવી લેવાયા – https://www.instagram.com/reel/DX7L0HnOsze/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહો, તાપમાન પહોંચશે 44 ડિગ્રીને પાર

Exit mobile version