Site icon Time News

Commercial LPG Cylinder: દેશમાં 1 જૂનથી કોમર્શિયલ LPG સિલિન્ડર થયો આટલા રૂપિયા સસ્તો

1 જૂનથી LPG સિલિન્ડર સસ્તો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અનુસાર, 1 જૂનથી કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી, દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ઘટીને 1,723.50 રૂપિયા થઈ ગયો છે. 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અહીં જાણો અન્ય શહેરોમાં નવા દર શું છે…

કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થવાથી હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય નાના વેપારીઓને રાહત મળશે. અગાઉ એપ્રિલમાં પણ ભાવ ઘટાડીને 1762 રૂપિયા કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં 7 રૂપિયાનો થોડો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ માર્ચ 2025 માં ફરીથી 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

અન્ય શહેરોનો દર
કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને 1826 રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં ભાવ ઘટીને 1674.50 રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને 1881 રૂપિયા થઈ ગયો છે.

આ પણ વાંચો, Padma Shri Diwali Ben Bhil: પદ્મશ્રી દિવાળી બેન ભીલનાં ૨ જુનનાં જન્મદિવસે તેમની પ્રતિમા જૂનાગઢ નગરપાલિકાને સોંપવામાં આવશે: હાર્દિક હુંડિયા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version